ડાંગ જિલ્લાના પ્રવાસે આવનારાઓને હોમસ્ટે ની સુવિધા મળશે

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા, ડાંગ જિલ્લાના શબરીધામ, પંપાસરોવર, સાપુતારા, વઘઈ, બોટનિકલ ગાર્ડન, વઘઈ કિલાદ, ગીરાધોદ ગીરમાલ, મહાલ કેમ્પ સાઇટ ગીરા ધોદ વઘઈ ડોન હિલસ્ટેશન જેવા સ્થળોએ આવનાર પ્રવાસીઓને હોમ સ્ટેની સુવિધાઓ મળશે.

ગુજરાત ટુરિઝમ ગાંધીનગરના ઉપક્રમે અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રા.લિ. (અપાર્ક) અમદાવાદ દ્વારા હોમસ્ટે યોજનાનો ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન સુબીર તાલુકા ખાતે કરવામાં આવ્યું આ ઓનલાઈન કાર્યક્રમ હોમસ્ટે યોજનાની વિગતવાર માહિતી તથા હોમસ્ટે યોજનાનો લાભ અને સરકાર તરફથી અપાતા પ્રોત્સાહન વિશે અવગત કરવા માટે સુબીર તાલુકા ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં
આ કાર્યક્રમમાં હોમસ્ટે પોલિસી શું છે? તેના વિશે લોકોને સમજાવ્યા હતા અને અન્ય જિલ્લાઓ તેમજ ગુજરાત રાજ્યના બહારથી આવનારા પ્રવાલીઓ સ્થાનિક લોકોના મકાનોમાં હોમસ્ટે થકી ડાંગ જિલ્લાના આદિવાસી લોકોની સંસ્કૃતિ, રીત-રિવાજ અને ભોજનનો અનુભવ કરશે.

અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ તરફથી હોમસ્ટે પોલિસી લોન્ચ કરવામાં આવી છે જેના થકી પ્રવાસીઓને અને ગામ લોકોને હોમસ્ટે યોજનાનો લાભ મળશે . તેના રજીસ્ટ્રેશન માટે tcgl-homestayaparc. org <http://tcglhomestayaparc.org> ની વેબસાઈટ ઉપર જઈને હોમસ્ટે પોલિસીના ફોર્મ નુ રજીસ્ટ્રેશન કરી શકાય છે તથા 100-200 રૂપિયા ભરી યોજનાનો લાભ મેળવી શકાય છે

Share this Article
Leave a comment