ડાંગ જિલ્લા ભાજપના આહવા મંડળની ટિફિન બેઠક અને સંગઠન દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કાર્યસૂચિ અંગે પાર્ટી સંકલનની બેઠક યોજાઇ હતી

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(Manish Bahatre) આહવા ટીમ્બર હોલ ખાતે સંગઠન પ્રભારી સીતાબેન નાયક,સંગઠન મહામંત્રી હરિરામ સાવંત,નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ ટિફિન બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.ટિફિન બેઠકમાં વિવિધ મોરચા,શક્તિકેન્દ્રો, તાલુકા જિલ્લા પંચાયત નાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંગઠન પ્રભારી સીતાબેન નાયકે ટિફિન બેઠકથી કાર્યકર્તાઓ,પધાધિકરીઓ એકબીજાના વિચારો આદાન પ્રદાન કરી સંગઠન મજબૂત બનાવવા મહત્વની ભૂમિકા અદા કરે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયત સહિત વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ નો પરચમ લહેરાય તેવી તૈયારીઓ કરવા સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર,મહામંત્રી રાજેશભાઈ ગામીત,કિશોરભાઇ ગાંવીત,હરીરામ સાવંત સહિત ત્રણેય તાલુકા મંડળ પ્રભારીઓ,ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠકમાં આહવા મંડળ પ્રમુખ સંજય વહેવારે,મંડળ પ્રભારી ધર્મેશભાઈ પટેલ,રંજીતા પટેલ,સતીશ સૈદાને,યુવા પ્રમુખ જીગરભાઈ પટેલ,પ્રવીણ આહિરે, સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Share this Article
Leave a comment