બોર્ડર સેક્યુરીટી ફોર્સના નિવુત જવાન દ્વારા વિનામુલ્યેતાલીમ આપવામાં આવશેઃ
સુરતઃ મંગળવારઃ- સુરત શહેરના યુવાનોને પોલીસ અને આર્મી ભરતીની ઉત્કૃષ્ટ ફિઝીકલ તાલીમ મળી રહે , તેઓનું ઉજ્વળ ભવિષ્ય ઘડતર કરી શકાય તે હેતુથી બોર્ડર સેક્યુરીટી ફોર્સ (BSF) ના સહાયક પ્રશિક્ષણ કેન્દ્ર,ઇન્દોરથી ૨૧ વર્ષના અનુભવથી સેવા નિવૃત શ્રી શિવરાજ કાશીરામ સાવળે દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ પ્રશિક્ષણ સુરત મહાનગર પાલિકાના સહયોગથી,સનરાઈજ કેરિયર એકેડમી ઉધના અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલ,નગરસેવકશ્રી સોમનાથભાઈ મરાઠે તથા ઠરાવ સમિતિના યોગદાનથી આ પ્રશિક્ષણ રોજગાર ઈચ્છુક યુવાનો માટે વિનામૂલ્ય શરુ કરવામાં આવ્યું છે.
તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારો ઉધના ખાતે આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ,વિજયા નગર ખાતે સવારે ૭:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમ્યાન ઉપસ્થિત રહી પ્રશિક્ષણ લઇ શકે છે,વધુ માહિતી માટે : 9898838625 – 7976227573 – 96019 05488 સંપર્ક કરવાનો રહેશે.