(અશોક મુંજાણી : સુરત) તા.૦૬ : હોળી એ દિગ્વિજયનો તહેવાર છે. અધર્મનું આચરણ કરનાર વ્યક્તિને પરાસ્ત કરવા પ્રભુ કોઈ યુક્તિ-પ્રયુક્તિ કરી અધર્મીની મોહમાયાને દૂર કરે છે. પ્રહલાદજી મૃત્યુના મુખમાં ગયા છતાં બચી ગયા. તે દિગ્વિજયને પ્રતિવર્ષ આપણે રંગેચંગે ઉજવીએ છીએ એમ શ્રી દિવ્ય સ્વામીએ કહ્યું હતું.
હિરણ્યકશિપુ બાપ જ બેટા પ્રહલાદને મોતના મુખમાં ધકેલી દે છે પરંતુ આજે તો માણસ પોતે જ ગુટખા તમાકુ ડ્રગ્સ ખાઈને પોતાના હાથે જ કેન્સર જેવા જટિલ રોગના શિકારી બની શરીર અને સંપત્તિને મોતના મુખમાં સળગાવી દે છે. પાછળ સંતતિને પણ નિરાધાર કરી દેનાર વ્યસનીઓના વ્યસનો છોડાવનારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની શાખા સુરત વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો શ્રી પુરૂષોતમ સ્વામી તથા સુયોગ સ્વામી તથા સીંગણપોરના પીઆઇ શ્રી એસ.બી.પાઢેરીયા સાહેબ તથા ગુરુકુલ વિદ્યાલયના આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસીયા તેમજ ભગવાનજીભાઈ કાકડીયા વગેરેએ હોળીની પૂર્વ સંઘ્યાએ ગુટકા, માવા, તમાકુ, બીડી, સિગરેટ વગેરેની હોળી કરી હતી.