વકફબિલ સંસદમા રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિશ્રીએ બિલ પર મોહર મારી કાયદો બનાવતા આજ રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા – શ્રી સી.આર.પાટીલ

—-

વકફબિલને સંસદમા ઘણી લાબી ચર્ચા વિચારણ પછી ખૂબ જ સંતોષકારક રીતે પસાર કરવામાં આવ્યો છે તે બદલ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ શ્રી અમિતભાઇ શાહ સાહેબ અને રાષ્ટ્રપતીશ્રી નો આભાર.
– શ્રી સી.આર.પાટીલ
—–

કોઇ સંસ્થા કોઇની પણ મીલકત પર તેનો માલિકી હક ગણાવી અને તે મીલકત તે સંસ્થાની માલિકીની થાય તે યોગ્ય ન હતું. – શ્રી સી.આર.પાટીલ
—-
વકફબિલની સત્તાનો કડવો અનુભવ સુરત શહેરમા થયો હતો,મહાનગરપાલિકાની વર્ષોજૂની બિલ્ડીગને વકફબોર્ડે તેની જાહેર કરી હતી અને જગ્યા પરત મેળવવા હાઇકોર્ટમા લડત લડવી પડી હતી. – શ્રી સી.આર.પાટીલ
—-

(પોલાદ ગુજરાત ન્યુઝ) તા.૦૬ એપ્રિલ 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ શુભેચ્છા પાઠવી તેમજ તેમના નિવાસ્થાને પક્ષનો ધ્વજ ફરકાવ્યો હતો. આજના દિવસે વકફ બિલ સંદર્ભે સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

શ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ ને સંબોધતા સૌ પ્રથમ જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા પાર્ટી ઘણી મજબૂત થઇ છે અને કાર્યકર્તાઓની જહેમતથી વિશ્વમા સૌથી મોટી પાર્ટી આજે બની છે અને સ્થાપના દિનની સૌને શુભેચ્છા. વકફબિલ સંદર્ભે જણાવ્યું કે, વકફબિલમા સુઘારા થવા જોઇએ તે તમામ લોકોની અપેક્ષા હતી તેમા પારસી,હિન્દુ,મુસ્લીમ સમાજના લોકોએ સહમત હતા. વકફબિલની સત્તાનો કડવો અનુભવ સુરત શહેરમા થયો હતો. મહાનગર પાલિકાની વર્ષો જૂની બિલ્ડીંગને વકફબોર્ડે તેની જાહેર કરી હતી અને તે જગ્યા પરત મેળવવા હાઇકોર્ટમા લડત લડવી પડી હતી. કોઇ સંસ્થા કોઇની પણ મીલકત પર તેનો માલિકી હક ગણાવે અને તે મીલિકત તે સંસ્થાની માલિકીની થાય તે યોગ્ય ન હતું અને આવી ઘટનાને રોકવા માટે સરકાર વકફબિલ લાવી છે તેને સંસદમા પસાર કરવામાં આવ્યું છે. સંસદમા બિલને રજૂ કરાતા ઘણી જૂદી-જૂદી પાર્ટીના આગેવાનો જોડાયે તેમના વિચારો રજૂ કર્યા અને કેટલાક સુઘારા પણ કરવામાં આવ્યા અને ચર્ચા વિચારણા નો લોકસભા અને રાજયસભામાં 12 કલાકે જેટલી ગહન ચર્ચા કરીને બિલને પસાર કરવામાં આવ્યું છે. વકફબિલમા ગેર સમજ હતી તે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબે લોકસભા અને રાજયસભામાં દુર કરી સંતોષના વાતાવરણ સાથે બિલને મંજૂર કરવામાં આવ્યું છે. વકફબિલને રાષ્ટ્રપતિજીએ પણ મોહર મારી છે અને હવે તે કાયદો બન્યો છે એટલે માટે તેમનો આભાર સાથે આદરણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ શ્રી અમિતભાઇ શાહ સાહેબ સાથે જેમણે ચર્ચામા ભાગ લઇ વિચારો રજૂ કર્યા તેમનો આભાર વ્યકત કરુ છું.

Share this Article
Leave a comment