વિશ્વાસ થી વિકાસ યાત્રા’ જિલ્લો ડાંગ આજે આહવા ખાતે સ્વસહાય જૂથોને ચેક વિતરણ કરાશે

adminpoladgujarat
1 Min Read



આહવા: તા: ૧૬ : આજે એટલે કે તા.૧૭/૦૯/૨૦૨૨ ના રોજ ડાંગજિલ્લાનામુખ્ય વહિવટી મથક આહવા ખાતે સ્વસહાય જૂથોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમઆયોજિત કરાયો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકર કરતા આકાર્યક્રમમા, ડાંગ જિલ્લામા કાર્યરત સ્વસહાય જુથો પૈકી ૩૦૦ જુથોની રૂ. ૪૫૦ લાખની લોન મંજુર કરવા સાથે, ૪૨ જુથોને રૂ! ૧૨.૬૦ લાખનુ રીબોલ્વિંગ ફંડ, અને ૧૪૪ જુથોને પ્રત્યેક જુથ/સંઘને રૂ! ૧૫ લાખ પેટે કુલ રૂ! ૨૧૬ લાખન કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામા આવનાર છે.
દરમિયાન સંબંધિત કાર્યક્રમની આનુષાંગિક વ્યવસ્થાઓ સૂપેરે જળવાઈ રહે તે માટે,જુદા જુદા વિભાગ/કચેરીઓના અમલીકરણ અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપી,માર્ગદર્શન આપતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, સૌને પરસ્પર સંકલન સાથે કાર્યક્રમને સફળબનાવવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, સવારે ૧૦ વાગ્યે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજનારા ચેકવિતરણ કાર્યક્રમમાવલસાડ-ડાંગનાસાંસદશ્રી ડો. કે.સી.પટેલ, ધારાસભ્યશ્રી વિજયભાઈપટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત ઉપસ્થિત રહેશે.
-p

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + 16 =

Exit mobile version