વાહન ચોરીઓ અને ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવતી કુખ્યાત ચીલીગર ગેંગને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી : મુદ્દામાલ કબ્જે

adminpoladgujarat
5 Min Read

સોના ચાંદીના દાગીના તેમજ ચોરીની મોટરસાયક્લો સાથે ઝડપી પાડી ઘરફોડચોરી તેમજ વાહનચોરીના ૨૦ થી વધારે ગુનાઓ ઉકેલી કાઢતી શહેર ક્રાઈમ બ્રાંચ

(પોલાદ ગુજરાત) તા.૧૨, સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે ઈકો કાર તેમજ મોટરસાયકલની ચોરીઓ કરી ઘરફોડચોરી કરતી ગેંગ સક્રીય હોય પોલીસ કમિશનર નાઓ સદર મિલ્કત સંબંધી ગુના ડીટેક્ટ કરવા શારૂ આપેલ સુચના અન્વયે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ તેમજ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ નાઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ આપેલ સુચના હેઠળ પોલીસ ઈન્સ્પેકર દ્વારા ક્રાઈમબ્રાંચની અલગ-અલગ ટીમો વર્ક આઉટમાં હતી દરમ્યાન ઘરફોડફોડની ટીમે સુરત શહેરમાં આવી મોડેસ ઓપરેન્ડીથી બનતા ગુનાઓની વિઝીટ કરી ડેટા એકત્ર કરેલ તે દરમ્યાન હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલીસીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે વાહનચોરી કરી ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગ છેલ્લા ઘણા સમયથી એક્ટીવ છે અને નાનકસીંગ ચીકલીગર તેમજ અન્ય ૨ માણસો ચોરીની મોટરસાયકલ સાથે ભેસ્તાન ગાર્ડન નજીક આશારામજી સોસાયટી ખાતેથી પસાર થવાના છે વિગેરે મુજબની બાતમી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએથી આરોપીઓ (૧)નાનકસિંગ ઉર્ફે કુલદીપસીંગ s/o બલ્લેસીંગ ઉર્ફે જોગીંદરસીંગ ઉર્ફે રોશનસીંગ ટાંક (ચીકલીગર) ઉવ.૩૮ રહે ૧૧૨/પ્રિયકા સોસાયટી જીયાવ રોડ ભેસ્તાન સુરત મીનાબેનના મકાનમા ભાડેથી મુળગામ- નાંદેડ (મહારાષ્ટ્ર) (૨) રૂત્વીકસીંગ નાનકસિંગ ઉર્ફે કુલદીપસીંગ ટાક (ચીકલીગર) ઉવ. ૨૧ ધંધો- ચશ્મા વેચાણ રહે ૧૧૨/પ્રિયકા સોસાયટી જીયાવ રોડ ભેસ્તાન સુરત મીનાબેનના મકાનમા ભાડેથી તથા ઇ/૨૨ રૂમ નંબર- ૦૧ ભેસ્તાન આવાસ સુરત (૩) જગવીરસીંગ ઉર્ફે જશબીસીંગ રાજેશસીંગ ટાક (ચીકલીગર) ઉવ. ૨૩ ધંધો- સેન્ટીંગ કામ રહે ગામ- વંથલી બસ સ્ટેન્ડની બાજુમા ભુપતભાઇ પટેલના મકાનમા ભાડેથી તા.વંથલી જી- જુનાગઢ નાઓને ચોરીની એફ.ઝેડ મોટરસાયકલ તેમજ વેગન આર ગાડી અને સોના- ચાંદીના દાગીના મળી રોકડા રૂપિયા તેમજ ૦૩ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડેલ છે
પકડાયેલા આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિ મુજબ પુછરછ કરતા જણાવેલ છે કે આરોપી નનકસિંગ દોઢેક વર્ષ અગાઉ જામીન ઉપર છુટેલ છે અને જામીન ઉપર છુટ્યા બાદમા પોતાના દીકરા રૂત્વીક તેમજ ભત્રીજા જગવીરસીંગ ઉર્ફે જશબીસીંગ રાજેશીંગ ટાક (ચીકલીગર) ને સુરત ખાતે બોલાવી સુરત શહેરમા થોડા થોડા સમય સુધી પોતાની વેગનઆર કાર પર ફરી જુદી જુદી સોસાયટીમા રેકી કરી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરવાનુ નક્કી કરેલ અને આ રીતે નાનકસિંગ,રૂત્વીક તથા ભત્રીજા જગવીરસીંગ ઉર્ફે જશબીસીંગ સાથે આઠેક માસ અગાઉ ઉધના કલ્યાણ કુટીર ખાતે બંધ મકાનમા ઘરફોડ ચોરી કરેલ બાદમા નાનાવરાછા ચોપટી પાછળ આવેલ સોસાયટીમા ઘરફોડ ચોરી કરેલ. ત્યારબાદમા કડોદરા વીસ્તારમાથી એક હોન્ડા કંપનીની સીબી શાઇન મોટર સાઇકલની ચોરી કરી તે મો.સા. વડે કતારગામ મેઇન રોડ વિસ્તારમા ઘરફોડ ચોરી કરેલ બાદમા યોગીચોક નજીક એક સોસાયટીમાં ચોરી કરેલ ત્યારબાદ સીતાનગર ચોકડી નજીકની સોસાયટીમાંથી ચોરી કરેલ ત્યારપછી સીટીલાઇટરોડના એપાર્ટમેન્ટમા જઇ ઘરફોડચોરી કરેલ બાદમા અડાજણ ચીલ્ડ્રન પાર્ક નજીકના સોસાયટીમાંથી ચોરી કરેલ હતી. તેમજ મોટાવરાછા ગામના મકાનમાંથી ચોરી કરેલ, બી.આર.સી ગેટ નજીકના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરેલ, ત્યારબાદ મોડલ ટાઉન જૈન મંદીર નજીકના એપાર્ટમેન્ટમાંથી ચોરી કરેલ બાદમા ઘોડદોડ રોડ જોગસ પાર્ક નજીકના સોસાયટીમાંથી ચોરી કરેલ, ઉનગામગાર્ડન પાસેથી હોન્ડા શાઇન મો.સા. બીન વારસી મુકી ત્યાથી. એક હોન્ડા સીડી ડ્રીમ મો.સા. ચોરી કરેલ બાદમા વેલેનટાઇન સીનેમા નજીકના સોસાયટીમા એફ.ઝેડ મો.સા. ચોરી કરલ તે મો.સા સાથે વેલેનટાઇન સીનેમા પીપલોદ વિજય સેલ્સ પાસેના એપાર્ટમેન્ટમાંથી ચોરી ઘરફોડ કરેલ હતી. બાદમા અમોએ પાંડેસરા પોતાના ઘર નજીક આવેલ એક એપાર્ટમેન્ટ પાસેથી ઇકો કાર ની ચોરી કરેલ હતી. આમ સુરત શહેરના આજુબાજુના વિસ્તારોમાંથી જુદી જુદી જગ્યાથી પોતાની કાર તથા મો.સા. પર ફરી જુદા જુદા વિસ્તારમા રેકી કરી ચોરીની મો.સા. તથા એફ ઝેડ મો.સા પર રાત્રી દરમ્યાન ચોરીના ગુનાઓ કરેલ છે. વિગેરે હકીકત જણાવી હતી.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ

સોનાના ઘરેણા વજન ૧૯.૧૮ ગ્રામ કી.રૂ. ૬૮,૨૬૦, ચાંદીના ઘરેણા વજન ૧૦૪.૬૪ ગ્રામ કી.રુ. ૬૭૧૫, વેગનઆર કાર કી.રૂ. ૨૫૦૦૦૦, એફ.ઝેડ મો.સા. કી.રૂ. ૫૦,૦૦૦, હોન્ડા સાઈન બાઈક કિ.રૂ ૫૦,૦૦૦,
મોબાઇલ ફોન નંગ- ૦૪ કી.રૂ. ૪૫૦૦૦, રોકડા રૂપિયા ૧૦,૦૦૦, તેમજ
રેનકોટ, ટોપી, ફેસમાસ, વાંદરા ટોપી, વાળની વીક નંગ-૦૨ વિગેરે સહિત
લોખંડનુ ગ્રીલ કટર કી.રૂ. ૫૦૦૦ મળી કુલ્લે કી.રૂ.૪, ૮૪,૯૭૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સિવાય આરોપીઓએ ઘરફોડ્યોરી કરેલ સોનાના દાગીના મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકેલ છે, બેંક ઓફ બરોડા વંથલી જુનાગઢ બ્રાંચ ખાતે આશરે ૧૦ તોલા સોનાના દાગીના ગીરવે મુકેલ છે, હોન્ડા સીડી ડીલક્ષ બાઈક ઉમરા પોસ્ટ ખાતે સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબજે કરેલ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચોરીઓ અને ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવતી કુખ્યાત ચીલીગર ગેંગ પકડી પાડવા સફળતા મળી હતી.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =

Exit mobile version