દીપપ્રાગટ્ય સાથે સાંખ્યયોગી માતાઓને
હસ્તે શિબિર ખુલ્લો મૂકાયો:
(અશોક મુંજાણી : સુરત)
શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલ વડતાલધામ તથા વડતાલધામ લેબોરેટરી રૂસતમબાગ સુરત દ્વારા આજે રવિવારે
સ્વામિનારાયણ સંપ્રદાયની સુરતની
સાંખ્યયોગી બહેનો માટે સર્વરોગ નિદાન
અને સારવાર શિબિર યોજવામાં આવ્યો હતો
જેમાં ૨૦૦ સાંખ્યયોગી બહેનોએ સારવાર, નિદાનનો લાભ લીધો હતો:
આ શિબિરનું આયોજન શારદાબેન અરજણભાઈ ધોળકીયા વેલ્ફેર ટ્રસ્ટ,સુરતના સૌજન્ય સાથે
શ્રી સમસ્ત પાટીદાર સમાજ, આંબાતલાવડી, કતારગામ,સુરત ખાતે થયું હતું:
પ્રથમવાર યોજાયેલા આ શિબિર પ્રસંગે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રીઓ
અરજણભાઈ ધોળકીયા, ધનજીભાઈ રાખોલિયા , કાંતિભાઈ રાખોલિયા , રાકેશભાઈ ઉગામેડી, અશ્વિનભાઈ ડુંગરાણી, છગનભાઈ ડુંગરાણી,
નરેન્દ્રભાઇ હીરપરા: જયેશભાઇ કાકડિયા,
લાલજીભાઈ તોરી, બાબુભાઈ હડીયાદ, નટુભાઈ ચોવટીયા, ડૉ. નરેશભાઈ ગાબાણી, ડૉ. રમેશભાઈ ઘોરી, ડૉ. કેશા સાલવી ઉપરાંત સુરતના ગાયનેકોલોજીસ્ટ, ફિજીસીયન, ઓન્કોલોજીસ્ટ ડોક્ટરની ટીમ અને મેડીકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફ વગેરેએ ખૂબ જેહમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.
આયોજકો ધ્વારા હવે પછી ગૃહસ્થ બહેનો માટે આવા જ એક કેમ્પનું આયોજન કરવાની
ટ્રસ્ટીઓ દ્વારા વિચારણા થઇ છેઃ
વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન પીઠાધિપતિ પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આશિર્વાદ તથા વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભદાસજીસ્વામી, સર્વેસંતો તથા ટ્રસ્ટી મંડળ સેવાભાવી સજ્જનોના સહીયારા પુરુષાર્થથી નિ:શુલ્ક ‘શ્રી સ્વામીનારાયણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ’ તા. ૦૯.૦૭.૨૦૧૭ના રોજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે શરૂ કરવામાં આવેલ હતી:
આર્થિક અગવડતાના કારણે જરૂરી ઉપચારોથી વંચિત રહેતા કોઈ પણ જાતી-ધર્મના ગરીબ દર્દીઓની સેવા કરવાના સંકલ્પ સાથે શરૂ થયેલી હોસ્પિટલમાં “કેશ કાઉન્ટર” જ નથી. અહીં નિદાન, ઈલાજ, ઓપરેશન અને દવા ઉપરાંત રહેવા જમવાની સુવિધા પણ નિ:શુલ્કપણે આપવામાં આવે છે.
માત્ર સાડા પાંચ વર્ષના સમયમાં ૦૩,૭૫,૮૪૩ દરિદ્રનારાયણ અહીં સારવારનો લાભ લઇ ચુક્યા છે. જેમાં કુલ 1037 ડીલીવરી, 5704 ઓપરેશન, 14574 સોનોગ્રાફી, ૫૫૫ ડાયાલીશીસ તથા 4235 ફીઝીયોથેરાપીની સેવાઓનો સમાવેશ થયેલ છે.
સમગ્ર ભારતમાં ૨૦૨૧ દરમ્યાન આવેલ કોરોના મહામારીની બીજી લહેર દરમ્યાન પ્રાણવાયું સમાન ઓક્સિજનની અછત વચ્ચે સેકડો કોરોનાગ્રસ્ત દર્દીઓ ઓક્સિજન સાથે ઇન્ડોર પેશન્ટ તરીકે સેવાનો લાભ લઇ ચૂકેલ છે.