(વિશ્વા એમ. પટેલ) તા.૧૯, સુરત : આજે ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ શહેરના દારૂવાલા પોઇન્ટ પર આસરે ૬ વાગ્યાના અરસામાં ટ્રાફિક નિયંત્રણ કરતી વખતે સ્થળ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન મિથુન પ્રેમભાઈ અને ટીઆરબી રાહુલ કૈલાસચંદ્ર ભાઈ નાઓને એક અજાણ્યા વ્યક્તિ નો પકીટ મળી આવેલ હતું જેમાં ઓરીજનેલ આરસી બુક સાથે ઓરીજનલ લાઇસન્સ અને આધારકાર્ડ વગેરે સહિતના ડોક્યુમેન્ટ્સ હતા જેથી ટીઆરબી જવાને ખરાઈ કરી પાકીટના અસલ માલિકની ખાતરી કરી તેમનો સંપર્ક કરી તેમનું પડી ગયેલ પાકીટ સહિસલામત પરત કર્યુ હતું પાકીટ મળી જતાં બંને ટીઆરબી જવાનનુ આભાર વ્યક્ત કર્યો હતો.