આવતી કાલથી આખું વર્ષ વિવિધ પ્રકારની સેવા પ્રવૃતિ યજ્ઞનો મંગળપ્રારંભ…….
જન્મદિનની ઉજવણી એક દિવસ નહીં, પણ આખું વર્ષ સેવાપ્રવૃત્તિ સાથે જોડીને ઉજવણીનું આયોજન
સુરત: તા. 3 :મંગળવાર: સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ (રાષ્ટ્રીય) અને નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ & કોન્સ્ટીટ્યુશન રાઇટ્સ; આ બંને સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખશ્રી એરવદ ફરોખભાઈ કેરસી રૂવાલા દસ્તુર (કુમાર બાવાજી)ના જન્મદિનની અનોખી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવાશે. જે સંદર્ભે યોજાયેલી બેઠકમાં ફરોખભાઈના તા.૦૫/૧૦/૨૦૨૨ના જન્મદિનથી આખું વર્ષ વરિષ્ઠ વૃદ્ધ વંદના અને વડીલશ્રીઓનું સન્માન, મહિલા ઉત્કર્ષ અને મહિલાઓનો સર્વાંગી વિકાસ અને ઉત્થાનના કાર્યો, બાલ ઉત્થાન અને પ્રોત્સાહન, કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ, વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રકારની સેવાપ્રવૃતિઓ કરવામાં આવશે એમ સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી અમિષા ફરોખભાઈ રૂવાલા (માયા કુમાર)એ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત દેશના વડપ્રધાનશ્રીના પ્રજાલક્ષી પ્રજા સુવિધાના,પ્રજા ઉત્કર્ષ, સમાજોપયોગી કાર્યક્રમોને પણ પ્રાધાન્ય આપી અવિરતપણે શરૂ રખાશે અને સેવા પ્રવૃતિઓથી ધમધમતું આખું વર્ષ રહેશે. વિવિધ અન્ય સંસ્થાઓ સાથે પણ સંકલન સાધીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સેવાકાર્યોને વેગવાન બનાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને યુવાન વયે વિધવા થયેલી મહિલાઓને સહાયરૂપ થવાં અને તેમની આજીવિકા માટેના પ્રયાસો પણ કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.
-૦૦૦-