ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે, મોડી રાત્રે વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
(સાજીદ સૈયદ, નર્મદા)
ભાદરવા સુદ ચોથના દિવસે રાજપીપળાના અનેક વિસ્તારોમાં ગણેશ મંડપ અને ગણેશ સમિતિઓ દ્વારા વિવિધ સ્વરૂપમાં પ્રતિમાઓની સ્થાપના કરી હતી, જ્યાં દસ દિવસ સુધી ભક્તોનો આદિત્ય માણીયા બાદ શ્રીજીએ અનંતચતુર્દશીએ વિદાય લીધી હતી.
વિઘ્નહર્તાને વિદાય આપવા ગણપતિ બાપ્પા મોરિયાના… અગલે બરસ તું જલ્દી આ…નાદ સાથે ગણેશજીની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડી.જે.ના તાલે રાસ ગરબા રમી અબીલ ગુલાલની છોળો ઉડાવી હર્ષોલ્લસપૂર્વક સૌ કોઈ વિસર્જનમાં જોડાયા હતા, વિસર્જન યાત્રા નગરના માર્ગો પર ફરીને કરજણ નદી ખાતે પહોંચી હતી જ્યાં તમામ મૂર્તિઓનું પુજા અર્ચના કર્યા બાદ કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિસર્જનના પગલે રાજપીપળામાં કેટલા માર્ગોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. અને કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે વિસર્જન રૂટ તેમજ નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, વિસર્જન સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓ તઇણાત રાખવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે તારાપા, ઈલેક્ટ્રીક બોટ, લાઈટો સહિત સાધનો સાથે ખડે પગે રહી ભારે જહેમત ઉઠાવી હતી.