તા. ૧૦ મી ઓગષ્ટ સેવા સેતુ અને લોન મેળાનું ઉદઘાટન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદહસ્તે કરવામાં આવશે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસે (17મી સપ્ટેમ્બર) નિમિત્તે વિવિધ સહકારી બેંકો રૂ. 20ના નજીવા દરે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આપવા સેવા સેતૂ સપ્તાહ યોજશે.
(પોલાદ ગુજરાત) તા.૮, સુરત :
વિશ્વનેતા અને હિન્દુસ્થાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ તા. ૧૭મી સપ્ટેમ્બરનાં દિવસને ૧૬૭- સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર ધ્વારા ” સેવા દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત આયોજિત ત્રિદિવસીય” સેવા સેતુ અને લોન મેળા”નું ઉદઘાટન નવયુગ કોલેજ, રદિર રોડ, સુરત ખાતે તા. ૧૦ મી ઓગષ્ટ 2025ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી આદરણીય શ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવશે.આ અંગે માહિતી આપતા રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી અને ૧૬૭- સુરત (પશ્ચિમ) વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે તા. ૧૭મી સપ્ટેમ્બર વિશ્વનેતા અને હિન્દુસ્થાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ (સેવા દિવસ) નિમિત્તે યોજાનાર સેવા સેતુ અને લોનમેળામાં ગરીબ પરિવાર, સામાન્ય પરિવારના નાગરીકો, યુવાનો અને જરૂરિયાતમંદોએ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ “મોદી સરકાર” ની વિવિધ લોન યોજનાઓ લાભાર્થીઓ માટે બહાર પાડેલ છે. જ તેનો લાભ લેવા વિનંતી છે.
સુરતના રાંદેર રોડ સ્થિત નવયુગ કોલેજ ખાતે તારીખ. ૧૦, ૧૭ અને ૨૪ ઓગષ્ટના રોજ યોજાનાર સેવા સેતુ અને લોન મેળાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સુરત ભાજપ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, ધી સુટેલ કો.ઓ.બેંક લી.ના ચેરમેન શ્રી કમલભાઈ તુલશ્યાન, ધી સુરત પીપલ્સ કો.ઓ.બેંક લી.ના ચેરમેન શ્રી અમિતભાઈ ગજજર, ધી સુરત ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી.ના ચેરમેન શ્રી બળવંતભાઈ પટેલ અને ધી વરાછા કો.ઓ.બેંક લી.ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પીએમ સ્વનીધી યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પી.એમ.એફ.એમ.ઈ. યોજના, ફૂડ પ્રોસેસીંગ, દિનદયાળ જન આજીવીકા યોજના (શહેરી) તેમજ રાજય સરકારની યોજનાઓ વ્હાલી દિકરી યોજના, બાજપાઈ બેંકેબલ યોજનાઓ વિશે લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન સાથે અરજી કરવામાં મદદ કરાશે.
તા. ૧૦, ૧૭ અને ૨૪ ઓગષ્ટના રોજ નવયુગ કોલેજ ખાતે કો-ઓપ બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીઓ અને લોન અંગેની યોજનાઓના ફોર્મ ભરવામાં મદદરૂપ થશે. લોન માટે જરૂરી આધારકાર્ડ, પાનકાર્ડ અને આવકના દાખલા સહિતના દસ્તાવેજો કાઢવામાં મદદ પણ મળશે.ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં તા. 7મી ઓગસ્ટ 2025 ના રોજ સુરત સરકીટ હાઉસ ખાતે વિવિધ સરકારી બેંકોના ચેરમેનો અને ટ્રસ્ટીઓની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શ્રી મોદીએ વિવિધ સહકારી બેંકોના શેરહોલ્ડરો અને ખાતા ધારકોને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબએ જાહેર કરેલ પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાનો લાભપ્રતિ વ્યક્તિ રૂ. 20 ના નજીવા પ્રિમીયમે આપવા જાહેર અપીલ કરી હતી. જેના અનુસંધાને ઉપસ્થિત તમામ, ચેરમેનો, ટ્રસ્ટીઓ, સંચાલકોએ પોતાની બેંકના સભાસદો અને ખાતાધારકો (બેંકમાં જેમના સેવિંગ્સ એકાઉન્ટ હોય એવા કિસ્સામાં) સેવા સેતુ સપ્તાહ યોજવાનું આયોજન કર્યું છે. તમામ બેંકો પોતાના સેવિંગ્સ એકાઉન્ટધારકોને એસએમએસ અને સોશ્યલ મીડિયા ગ્રુપ મેસેજ ધ્વારા રૂ. 20 ના નજીવા પ્રિમીયમ થકી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવા જનજાગૃતિ અભિયાન ચલાવશે. સાથે સાથે સેવા સેતુ સપ્તાહ દરમ્યાન લોકોને સરળતાથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ મળે એ માટે અલગ કાઉન્ટર ( હેલ્પ ડેસ્ક ) શરૂ કરશે. ધારસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ તમામ સહકારી બેંકોના સંચાલકોને બેંક ધ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પરવાનગી લઈ લાભ આપવા અને ધ સાઉથ ગુજરાત કો. ઓપરેટીવ બેંકર્સ એસોસીયેસન (સ્કોબા)ના માધ્યમથી તમામ સહકારી બેંકોને જોડવા અપીલ કરી છે. આ બેઠકમાં શ્રી ગૌતમ વ્યાસ ( ચેરમેનશ્રી, સાઉથ ગુજરાત કો.ઓ. બેંક એસોસીયેશન), શ્રી દિનેશભાઈ એન. રોહિત ( લીડ બેંક, બેંક ઓફ બરોડા ), શ્રી કમલ વિજય તુલશ્યાન (સુટેક્ષ કો.ઓ.બેંક), શ્રી જિતેન્દ્ર વખારીયા (સુટેક્ષ કો.ઓ.બેંક), શ્રી કૌશિકભાઈ દલાલ (ચેરમેનશ્રી, સુરત મર્કન્ટાઈલ બેંક), શ્રી મુકેશભાઈ ગજ્જર (સ્કોબા અને સુરત મર્કન્ટાઈ કો.ઓ.બેંક ), શ્રી કનુભાઈ શાહ ( સર્વોદય સહકારી બેંક ), શ્રી કાનજીભાઈ ભાલાળા (વરાછા કો.ઓ. બેંક), શ્રી નિરજ પટેલ (રાજકોટ નાગરિક સહકારી બેંક), શ્રી મોહન નાયર (પ્રાઈમ કો.ઓ. બેંક), શ્રી મયુર ચૌહાણ ( પંચશીલ બેંક), શ્રી પ્રજેશ કિનારીવાલાશ (નૂતન નાગરિક સહકારી બેંક), શ્રી કુલદીપ મહેતા (એસોશીયેટ કો.ઓ.બેંક લી.), શ્રી જતીન વી. દવે ( અખંડ આનંદ કો.ઓ.બેંક), શ્રી અય દાંડાવાલા (ચીફ મનેજર, કોસમોસ બેંક ), શ્રી મુકેશ શાહ (કોસમોસ બેંક), વીમા કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓ શ્રી સુભાષ મહેતા, શ્રી અનિલ ધનગલ, શ્રી મનિષકુમાર ગૌતમ, શ્રી આશુતોષ મફતલાલ, સુટેક્ષ બેંકથી શ્રી શીતલ ભટ્ટ, શ્રી પરિમલ દેસાઈ, અખંડ આનંદ બેકમાંથી શ્રી દિપક સોની સહિતના સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.