(પોલાદ ગુજરાત ન્યુઝ નેટવર્ક)
સુરત મહાનગરપાલિકા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા “૨૪ જાન્યુઆરી ૨૦૨૪” ના રોજ “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણીના ભાગરૂપે રાજ્ય કક્ષાએ તેજસ્વિની વિધાનસભા, જિલ્લા પંચાયત કક્ષાએ તેજસ્વિની પંચાયત અને મહાનગર પાલિકા કક્ષાએ તેજસ્વિની મહાનગર પાલિકાની ઉજવણી તા. ૨૪/૦૧/૨૦૨૪ ના રોજ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી. જેના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર સુરત અને મહાનગર પાલિકા સુરતના સંયુક્ત ઉપક્રમે સામાન્ય સભા સરદાર પટેલ હોલ, મુગલીસરા સુરત ખાતે માન. મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષ સ્થાને “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં ૯૩ જેટલી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ.
આ કાર્યક્રમાં દીકરીઓને માન.મેયર, માન. ડેપ્યુટી મેયર, માન. સ્થાયી સમિતિના ચેરમેન અને જુદી-જુદી અન્ય સમિતિના અધ્યક્ષ નીમીને દીકરીઓ દ્વારા આરોગ્ય, પોષણ, શિક્ષણ, સુરક્ષા અને સલામતી, દીકરીઓ અને મહિલાઓ માટેના કાયદા-યોજનાઓ વિષે સામાન્ય સભા દ્વારા ચર્ચા કરીને, પ્રશ્નોની રજૂઆત કરીને દીકરીઓ દ્વારા જ સામાન્ય સભાનું સંચાલન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ. જેને સૌ પદાધિકારીઓ/અધિકારીઓ દ્વારા ઉત્સાહભેર વધાવી લેવામાં આવ્યું. માન. મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવેલ કે જે રીતે દીકરીઓએ આજે સામાન્ય સભાનું સંચાલન કરેલ તેજ રીતે ભવિષ્યમાં તેઓ દ્વારા વાસ્તવિક રીતે મહાનગર પાલિકાની સભાનું સંચાલન થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી તથા દેશના વિકાસમાં દીકરીઓ/મહિલાઓના યોગદાન અને મહત્વ વિષે મહત્વની જાણકારી આપવામાં આવી.
આ કાર્યક્રમાં રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ ૦૫ દીકરીઓ તથા તેજસ્વિની મહાનગર પાલિકા માટે નોમિનેટે થયેલ ૦૯ દીકરીઓનું મહાનુભાવોના હસ્તે ટ્રોફી, દીકરી નેમપ્લેટ અને સન્માનપત્ર આપી સન્માન કરેલ. તથા વહાલી દીકરી યોજના અંતર્ગત ૦૫ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમાં માન. મેયરશ્રી દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયરશ્રી ડો.નરેશભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજનભાઈ પટેલ, સાશક પક્ષ નેતાશ્રી શશીબેન ત્રિપાઠી, દંડકશ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા તેમજ જુદી-જુદી સમિતિઓના અધ્યક્ષશ્રીઓ, ડેપ્યુટી કમિશ્નરશ્રી ડો. રાજેન્દ્ર પટેલ(IAS), સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસના અન્ય કર્મચારીઓની હાજરીમા આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ.
જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગર પાલિકા સુરત.
સંકલન : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત.