(મનીષ બહાતરે/અશ્વિન ભોયે)
સુબીર ગામે ચોકડી પાસે આવેલી ઠંડા પીણા અને મીઠાઈની દુકાને તા.૧૬ ઓક્ટોબરે સાંજે આઠ વાગ્યાના અરસામાં સુબીર ગામના એક વ્યક્તિ આઈસ્ક્રીમ લેવા ગયો હતો આઇસ્ક્રીમ લીધા પછી તેમણે જોયું તો એક્સપાયરી ડેટ વાળી આઈસ્ક્રીમ હતી આ મામલે ગામમાં આજુબાજુ જાણ થતાં તરત જ જાગૃત નાગરિકોએ દુકાનનો ઘેરાવો કર્યો હતો અને ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરીએ જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવતા ડ્રગ્સ વિભાગ સાંજના સમયે આવી શકે તેમ ન જણાતાં તાત્કાલિક પોલીસને જાણ કરી અને દુકાનનું શટર બંધ કરાવી ત્યાં જી આર ડી,હોમગાર્ડની બંદોબસ્ત મૂકી દેવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે તા.૧૭ ઓક્ટોબરે 10 થી 11:00 વાગ્યાના અરસામાં ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે દુકાનનું શટર ખોલાવી અને તમામ વસ્તુની એક્સપાયરી ડેટ ચેક કરે છે અને મીઠાઈ તેમજ આઇસ્ક્રીમનું સેમ્પલ લઈને તપાસમાં મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ સુબીર ખાતે અન્ય ચાર દુકાનોએ પણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.