(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) તા.૦૩,આહવા : આજે ઓક્ટોમ્બરનાં રોજ સંકલ્પ સપ્તાહના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના રાજ્યનાં 13 તાલુકાને એસ્પિરેશનલ જાહેર કરવામાં આવ્યા હતા. જે ભાગ હેઠળ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આરોગ્ય મેળાનું આયોજન સુબીર તાલુકાના વિવિધ હેલ્થ સેન્ટરો ઉપર કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્યત્વે સગર્ભા માતાની તપાસ , એનીમિયાની સારવાર , નાના બાળકોમાં સિકલસેલની તપાસ, તેમના હિમોગ્લોબિનની તપાસ, આ ઉપરાંત મોટી ઉંમરના માણસોમાં ડાયાબિટીસનાં બીમારીની તપાસ પણ હાથ ધરાઇ હતી. તેમજ ટીબીના લક્ષણ ધરાવતાં દર્દીઓ જેમને લાંબા સમયથી ખાસી થતી હોય, ઝીણો તાવ, વજન ઓછું હોય અને રાતે પરસેવો થતો હોય તેવા લક્ષણો ધરાવતાં દર્દીઓઓને રેફરલ હોસ્પિટલ, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વેલનેસ સેન્ટર પર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત ટીબી અંગે ખાસ કાળજી લેવા જન જાગૃત થાય તે અર્થે સુબીર પ્રા.શાળાનાં બાળકો સાથે શિક્ષકો , આરોગ્ય કર્મચારી/અધિકારી જોડાઈ રેલી યોજી સુબીર CHC હોસ્પિટલ ખાતેથી સુબીર ગામમાં રેલી કાઢી લોકોને જાગૃત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકો જાગૃત થાય અને વહેલી તકે ટીબીની તપાસ કરાવે, રોગનું નિદાન થાય અને નિયમિત રીતે દવા ગોળી લઈ ટીબીની દર્ડીમાંથી સાજા થઈ શકે છે . અને સુબીર તાલુકાના છેવાડાનાં ગામડા સુધી આ મેસેજ પહોંચે તેના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હાલમા જે ટીબીનાં દર્દી સારવાર લઈ રહ્યાં છે તેમને કીટ આપવાનું આયોજન પણ રેફરલ હોસ્પિટલ ખાતે કરાયું હતું. જે કીટ આપવાથી દર્દીને સારવાર દરમિયાન પોષણ આહાર મળી રહે અને દર્દીની ઇમ્યુનિટી સુધરે, આ ઉપરાંત બરડીપાડા ગામે છેલ્લા પાંચ વર્ષનાં અંદર ટીબીનાં ઘણાં દર્દીઓ નોંધાયા છે તો ત્યાનાં લોકો વહેલાં જાગૃત થાય અને તપાસ કરાવે તે અર્થે એક ભવાઈ નાટકનું આયોજન લોકલ ભાષામાં કરવામાં આવ્યું હતું.જેથી લોકો સરળતાથી સમજી શકે અને વહેલી તકે જાગૃત થઇ સારવાર લઈ સાજા થઈ શકે જેથી ૨૦૨૫ સુધીમાં ટીબી નિર્મૂલન કરવાનો પ્રધાનમંત્રીના સંદેશને વેગ આપી શકાય.