મંદિર તોડી પાડવાં ની ધમકી અને ધર્માતરણ થતો હોવાનાં આક્ષેપ થી માહોલ ગરમાયો હતો
( મનીષ બહાતરે/અશ્વિન ભોયે)
ડાંગ. ડાંગ જિલ્લા નાં સુબીર તાલુકાનાં ખેરિન્દ્રા ગામે સાઊન્ડ સિસ્ટમ બાબતે બે સમુદાયો વચ્ચે રકઝક થયાં બાદ મંદિર તોડવાની ધમકી આપતાં એક સમુદાય સુબીર પોલીસ સ્ટેશને ફરીયાદ આપી ધર્માતરણ નો આક્ષેપ કયો છે.
પોલીસ સુત્રો પાસેથી પાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ખેરિન્દ્રા ગામે હાલ આદિવાસીઓનાં પરંપરાગત નવરાત્રી પર્વ ચાલી રહી છે જેની ઊજવણી ચાલી રહી છે ગામલોકો એ તેમનાં ગામ સમિતિનું સાઊન્ડ સિસ્ટમ બીજા ધર્મનાં લોકો પાસેથી માગવાં જતાં તે આપ્યું ન હતું તેમજ ધાક-ધમકી આપી મંદિર તોડી પાડવાની ધમકી આપતાં ગામલોકો ભેંગા થઈ ગયાં હતાં અને સુબીર પોલીસ સ્ટેશન માં લેખિત ફરીયાદ આપી તેમાં જણાવ્યું હતું કે અમે આદિવાસી લોકો પીઢીઓ થી આદિવાસી પરંપરા મુજબ નવરાત્રી પર્વની ઊજવણી કરતાં આવ્યાં છે ગામ માં ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ગામ માં કોઈએ પણ માસ-મટન ખાવું નહી તેવું નક્કી કરેલું હોવાં છતાં અન્ય સમુદાયનાં લોકો જાણી જોઈને બે દિવસ અગાઊ બકરો કાપ્યો હતો તેમજ બહારથી આવેલાં ધર્મનાં પ્રચારકો ભોળી આદિવાસી પ્રજાને ભરમાવી ધર્માતરણ કરાવી રહયાં છે જેનાં લીધે ગામની શાંતી ડોહળાઈ રહી છે માટે આવાં તત્વો સામે કડક પગલાં લેવામાં એવી માંગણી કરવામાં આવી છે