વિદ્યાર્થીઓના વાલી , શિક્ષકો અને એસએમસી કમિટી સાથે મિટિંગ બોલાવી અનેક પ્રશ્ન બાબતે કર્યો હતો સવાંદ
(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે)
સુબીર તાલુકામાં આવેલાં ઘાણા, દહેર અને કડમાળ પ્રાથમિક શાળાની માહિતી મેળવવા સુબીર તાલુકા ઉપપ્રમુખ રઘુનાથ સાળવેએ ત્રણ શાળાની મુલાકાત લીધી હતી.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનાં પ્રશ્નો સાંભળ્યા હતા. શાળામાં અનિયમિત જતા અને વધુ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે બાળકોને રેગ્યુલર શાળામાં ભણવા મોકલવાની માતા પિતાની નૈતિક ફરજ છે જેથી બાળકોને વાલીઓ રેગ્યુલર શાળામાં મોકલે અને શાળાનાં શિક્ષકો પણ પોતાની ફરજ પર સમયસર હાજર રહીને બાળકોને શિક્ષણ પુરુ પાડે તેમજ બાળકોને આપવામાં આવતું રુચિ ભોજન સારું અને ચોકસાઈ પૂર્વક અપાય તે બાબતે પણ ઉપપ્રમુખે શિક્ષકોને સૂચનો કરી હતી .
તથા ખાસ કરીને જે વાલીઓ સુગર ફેકટરીઓમાં જાય છે અને તે સમયના દરમિયાન શાળામાંથી બાળકોને વાલીઓ પોતે સુગર ફેકટરીમાં કામ કરવાં લઈ જાય છે અને બાળકોનું ભવિષ્ય બગાડે છે તો તેવા વાલીઓને ઉપપ્રમુખે ખાસ સૂચના આપતાં જણાવ્યું હતું કે જ્યારે માતા પિતા સુગર ફેકટરીઓમાં જાય છે ત્યારે બાળકોને ભણવા માટે સગા વ્હાલાં કે સરકારની યોજના હેઠળ સિઝનલ હોસ્ટેલમાં મુકી જાય જેથી બાળક ભણી શકે અને તેનુ ભવિષ્ય બગડે નહીં તેમ ઉપપ્રમુખે વાલીઓને સૂચવ્યું હતું.