સુરત ખાતે ૨૬મીએ વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં રોજગાર પત્રો એનાયત કરવામાં આવશેઃ
રાજ્યભરમાં એક લાખ યુવા વર્ગને રોજગારી પૂરી પાડવાની નેમ
સુરતઃશનિવારઃ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા.૨૬/૯/૨૦૨૨ ના રોજ મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાયન્સ સિટી અમદાવાદ ખાતે અને અન્ય ૩૯ કાર્યક્રમો રાજ્યભરમાં મહાનગર પાલિકા અને જીલ્લા કક્ષાએ અગ્રણ્ય મહાનુભાવશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાશે.
અમદાવાદમાં રાજ્ય કક્ષા કાર્યક્રમમાં પ્રતિકાતમક રૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉમેદવારોને રોજગાર /એપ્રેન્ટીસપત્રો એનાયત કરવામાં આવશે. સાથે સાથે રાજ્યના જિલ્લાઓમાં મંત્રીઓ અને અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોજગારપત્રો અર્પણ કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિવાળા કાર્યક્રમનું રાજ્યના અન્ય કાર્યક્રમમાં સીધું પ્રસારણ કરવામાં આવશે.
જેમાં સૂરતમા પ્લેટિનમ હોલ સરસાણા ખાતે મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, મેયર શ્રીમતી હેમાલીબહેન બોઘાવાલા, મનપા કમિશનરશ્રી બંછાનિધિ પાની, લાભાર્થીઓની હાજરીમાં તા.૨૬/૯/૨૦૨૨ ના રોજ સોમવારે સવારે ૧૦.૦૦ થી૧૨.૦૦ સુધી રોજગાર તથા એપ્રેન્ટિસ પત્રો એનાયત કરવામાં આવશે.
સૂરત સરસાણા ખાતેના કાર્યક્રમમાં
રોજગાર અધિકારીશ્રી સંજય ગોહિલ અને નાયબ મ્યુ. કમિશ્નર સ્વાતિ દેસાઈ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવશે.