(પોલાદ ગુજરાત ન્યુઝ) 19 ફેબ્રુઆરી 2023, રવિવારના રોજ યુગપુરુષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જીની જન્મજયંતિ ખુબજ ઉત્સાહ અને ઉમંગ થી મનાવવામાં આવી આ શુભ અવસરે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, સંજય નગર લીંબાયત દ્વારા શિવાજી મહારાજ ની પ્રતિમાને શિવ પૂજન અને ફુલહાર વિધિ યોજવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. સાથે જ બપોરે 3 થી 6 દરમ્યાન ભવ્ય દિવ્ય મહારેલી અને શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભા યાત્રા નું પ્રસ્થાન *લીંબાયત વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ના હસ્તે થયું
આ રેલી શેખરકુમાર કોચિંગ કલાસીસ થી નીલગીરી સર્કલ સુધી, સુભાષ નગર સર્કલ થી, સંજય નગર સ્મારક સુધી નીકળી હતી.
સાથે જ લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દિપક ભાઈ પખાળે પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, સંજય નગર લીંબાયત દ્વારા શિવજયંતી ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી ઉજ્જવમાં આવી વર્ષ 2012 થી સતત શિવજયંતી ઉત્સવ સમિતિ દ્વારા ઉજવવામાં આવે છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, સંજય નગર લીંબાયત ના ટ્રસ્ટી શ્રી અને મુખ્ય આયોજન માજી ડે. મેયર શ્રી ડો. રવિન્દ્ર સુકલાલ પાટીલ એ પ્રજાના સહયોગ ઉત્સુક સહકાર થી આ ભવ્ય આયોજન કર્યું હતું. આ આયોજન માં ભારતીય જનતા પાર્ટી ના ડ્રેનેજ સમિતિ ના ચેયરમેન શ્રી વિક્રમ પાટીલ, કોર્પોરેટર શ્રી નરેન્દ્ર પાટીલ, કાંતાબેન વકોડીકર,સંઘઠન ના સહુ પધાધિકારીઓ,કોર્પોરેટરશ્રી, ચેયરમેનશ્રીઓ, માજી કોર્પોરેટરશ્રીઓ, શહેરના હોદ્દેદારો,વોર્ડ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, વોર્ડના હોદ્દેદારશ્રીઓ, તમામ મોરચાના હોદ્દેદારશ્રીઓ, શક્તિકેન્દ્ર તથા બૂથ સ્તરના તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકો અને શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા સંજય નગર ખાતે યુગપુરુષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉત્સાહભેર યોજાઈ
Leave a comment