(મનીષ બહાતરે/અશ્વિન ભોયે : સુબીર)
સુબીર તાલુકાનાં સેપુઆંબા ગામનાં રહીશ પ્રકાશભાઈ બુધ્યાભાઈ ચૌધરી ઉંમર ૪૨ ખેતી મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા તેઓ આજ રોજ તેમના સસરા બીમાર હોય તેમને જોવા પ્રકાશ તેમની પત્ની સાથે સુબિર ખાતે ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવેલા સસરાને જોવા માટે આવ્યા હતા. સસરાને સારવાર કરાવ્યા બાદ બપોરે રજા મળતાં સસરાનું ગામ કડમાળ ખાતે ગયા હતા ત્યાં થોડો સમય રોકાયા બાદ પત્નિને ત્યાં જ મૂકી અને પ્રકાશ પોતાના ગામ સેપુઆંબા તરફ જવા નીકળ્યા હતા. તે વેળાએ કડમાળ ગામમાં જ એક વણાંકમાં પોતાની માલિકીની હિરો સ્પ્લેન્ડર બાઈક જીજે.૧૫ એમએમ -૯૬૯૬ નંબર પ્લેટ વાળી બાઇક પૂરપાટ ઝડપે હંકારી અને કાબુ ગુમાવતા બપોરે દોઢેક વાગ્યાની આસપાસ જી.ઇ બી.ના થામલા સાથે અથડાવી દેતાં ગંભીર અક્સ્માત થયો હતો . જેમાં પ્રકાશભાઈનાં માથામાં વાગી જતા માથું ફૂટી ગયું હતું અને ઘટના સ્થળે જ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું. છતાં 108 ઇમરજન્સી ગાડીમાં ભરી સુબિર સી.એચ. સી.ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાજર ડૉક્ટર દ્વારા તપાસ બાદ પ્રકાશભાઈને મૃતક જાહેર કર્યા હતા.ઋઋ