મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ધડગાવની મહિલા પાસેથી ગાંજો લાવ્યો હોવાનું પોલીસ દ્વારા આરોપીની પુછપરછમાં બહાર આવ્યું
સાજીદ સૈયદ : નર્મદા
નર્મદા જિલ્લા એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી વનસ્પતિજન્ય ગાંજા સાથે સેલંબાના એક શખ્સને દબોચી લઇ પૂછપરછ કરતા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ધડગાવની મહિલા પાસેથી ગાંજો લાવ્યો હોવાની વિગતો સામે આવી છે.
બનાવ જાણવા મળતી વિગતો અનુસાર નર્મદા એસ.ઓ.જી. ઇં.ચા. પો.ઇન્સ. આર. જી. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાગબારા તાલુકાના સેલંબા ગામનો મહંમદ ઇરફાન મહંમદ મકરાણી કોઈપણ જાતની પાસ પરમીટ વગર પોતાની પાસે વનસ્પતિજન્ય ગાંજો પોતાના ઘરમાં રાખ્યો હોવાની બતમીદારોથી બાતમી મળી હતી.
મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે રેઇડ કરતા મહંમદ ઇરફાન મહંમદ મકરાણી રૂ.3090 કિંમતના 309 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ધડગાવ ગામની સાહેનાજ સાદિક શેખ, પાસેથી ગાંજો લાવ્યો હોવાની કબૂલાત કરતા ગાંજો આપનાર મહિલા વોન્ટેડ જાહેર કરી એસ.ઓ.જી. અ.હે.કો. સતીશભાઈ બ.નં.655 સાગબારા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે નારકોટિક્સ દ્રગ્સ પદાર્થ અધિનયમ 8 (સી), 20, 29 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.