જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, આહવા ડાંગ દ્વારા આજ રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે ‘કારકિર્દી માર્ગદર્શન’ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોગે)
ડાંગ જિલ્લા રોજગાર કચેરી આહવા- ડાંગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે રોજગાર કચેરીના કેરીયર કાઉન્સેલર કુ.શીતલ પવાર અને કચેરીના યંગ પ્રોફેશનલ શ્રી જેડ એફ રાજ દ્વારા શાળાના વિધ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ, જેમા શાળાના ધો – ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા જિલ્લા રોજગાર કચેરીની કામગીરી નામનોધણી, રોજગાર ભરતીમેળા, સ્વરોજગાર શિબીર, ધો – ૧૦ અને ૧૨ પછીના વિવિધ કેરીયર અંગેના વિકલ્પો, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, અનુબંધમ પોર્ટલ /એન.સી.એસ રોજગારલક્ષી પોર્ટલમા નામ નોધણી, રોજગાર સેવાસેતુ કોલ સેન્ટર અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાંઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા પણ રોજગાર અને કારકિર્દીલક્ષીને લગતી માહિતી આપવામાં આવી હતી.
જીલ્લા રોજગાર કચેરીના રોજગાર અધિકારીશ્રી વી.એસ.ભોય અને કર્મચારી દ્વારા શાળા વિધાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બદલ શાળા આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ દ્વારા રોજગાર કચેરી આહવા-ડાંગનો આભાર વયક્ત કર્યો હતો. વધુ માહિતી માટે રોજગાર સેવાસેતુ કોલ સેન્ટર નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ સંપર્ક સાધવા જણાવાયું હતું.