‎માર્ગ અને મકાન પેટા વિભાગ-૩ દ્વારા ઓલપાડના તમામ રસ્તાઓના સમારકામ તથા  રિસર્ફેસિંગની કામગીરી પુર્ણ કરવામાં આવી

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

ઓલપાડ તાલુકાના રસ્તાઓની સફાઈ અને મરામત કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવીઃ
‎——-
વરસાદી પાણીના ભરાવાને અટકાવવા માર્ગ અને મકાન વિભાગે રસ્તાના સોલ્ડર ક્લિનિંગ તેમજ ખાડાને પેચવર્કનું કામ હાથ ધર્યુ
‎——-
વરસાદી કાંસની સફાઇ અને માર્ગ મરામતના તાત્કાલિક કામો હાથ ધરાયા
——-
(પોલાદ ગુજરાત)  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા આદેશ અનુસાર રાજય સહિત સુરત જિલ્લામાં યુધ્ધના ધોરણે રોડ રસ્તાને મરામત કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. વરસાદે વિરામ લીધા બાદ માર્ગ અને મકાન પેટા વિભાગ-૩ હસ્તકના ઓલપાડના તમામ રસ્તાઓના  માર્ગ મરામત તથા રિસર્ફેસિંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા તેમજ સુવિધા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર જિલ્લામાં વરસાદથી ક્ષતિરગ્રસ્ત થયેલા રસ્તાઓને પુર્વવત કરવામાં આવી રહ્યા છે.

                 માર્ગ અને મકાન વિભાગ-૨ હેઠળના પેટા વિભાગ-૩ના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પી.સી.ખીમાણીએ જણાવ્યું હતું કે, પેટા વિભાગ-૩ હસ્તકના તમામ રસ્તાઓના પેચવર્કથી લઈને કલિનીંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને સુરત-ઓલપાડ-સાહોલ, ઓલપાડ-અસનાદ-મંદરોઈ, ઓલપાડ-સાયણ-કઠોર સુધીના રસ્તાઓના પેચવર્કની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. સુરત-ઓલપાડ-સાહોલ રોડ પર સાઇડ શોલ્ડર પરની માટીના નિકાલની કામગીરી તથા ડિવાઈડરના સફાઈની કામગીરી કરવામાં આવી હતી. ઓલપાડના રસ્તા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી. હવે જ્યારે વરસાદમાં થોડો વિરામ મળ્યો છે ત્યારે ટ્રેક્ટર અને જેસીબી દ્વારા સાઇડની માટી હટાવી ‘સોલ્ડર ક્લિનિંગ’ની કામગીરી કરવામાં આવી છે. જેનાથી પાણીનો નિકાલ સરળતાથી થઇ શકશે અને રસ્તા પર પાણી ભરાશે નહિ.

             વધુમાં તેમણ ઉમેર્યું કે, રસ્તા પર માટી જમા થવાને કારણે થરમો પ્લસના પટ્ટાઓની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત, ઓલપાડ-મંદરોઈ રોડના ફાટા પાસે ખાડો પડતાં ત્યાં તાત્કાલિક બ્લોક બેસાડી માર્ગને સમતળ બનાવવામાં આવ્યો છે. જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર વધુ સરળ બની છે.

Share this Article
Leave a comment