રિઝર્વ બેંક, અગ્રણી બેંક BOB, BSVS તાલીમ કેન્દ્ર, CFL, FLCC તેમજ જિલ્લાની તમામ બેંકો દ્વારા નાણાંકીય સાક્ષરતા સપ્તાહ -2023 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરાઇ

adminpoladgujarat
2 Min Read

(પોલાદ ગુજરાત) આહવા: તા: 20: ભદરપાડા, જામલાપાડા(રંભાસ) અને ગાઢવી તેમજ જિલ્લાના ત્રણેય તાલુકાઓ વઘઈ, સુબિર અને આહવાના વિવિધ ગામોમા નાણાંકિય સાક્ષરતા સપ્તાહ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ ૧૩ થી ૧૭ મી ના રોજ અગ્રણી બેંક BOB તથા RBI અને જિલ્લાની તમામ બેંકોના સંયુકત ઉપક્રમે “યોગ્ય નાણાંકીય વર્તન, કરે તમારું રક્ષણ” કાર્યક્રમનુ આયોજન જામલાપાડા (રંભાસ), ગાઢવી તથા ગુરુકુળ ભદરપાડા શાળામા કરાયુ હતુ.
આ કાર્યક્રમમા RBI ના અધિકારીએ રિઝર્વ બેંકનો પરિચય આપી, નાણાંકિય સાક્ષરતા ની માહિતી આપી હતી. LDM શ્રી સજલ મેડાએ “યોગ્ય નાણાંકિય વર્તન-કરે તમારું રક્ષણ” વિશેની માહિતી આપી હતી. FLCC શ્રી રતન પવારે લાભાર્થીઓને ગ્રાહકો સાથે નાણાંકિય છેતરપિંડી થી કેવી રીતે બચી શકાય તેના વિશે માહિતી આપી હતી. તેમજ FLCC કાઉન્સેલરે PMSBY, PMJJY, APY, SSY તથા RUPPY (ARD, ઓનલાઈન છેતરપિંડી, લોનની સમયસર ભરપાઈ “યોગ્ય નાણાંકીય વર્તન કરે તમારું રક્ષણ” તેમજ બચત, આયોજન અને બજેટિંગ તથા ડિજિટલ નાણાંકિય સેવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ અને નાણાંકિય છેતરપિંડી થી કેવી રીતે બચી શકાય, તેમજ આવી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તેની વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી.
કાર્યક્રમમા RBI ના LDO/AGM યશરાજ વૈષ્ણવ, અગ્રણી બેંક BOBના સજલ મેડા, BSVS FLCC રતન પવાર, CFL આહવાના શ્રીમતી રેખાબેન અને ભારતીબેન તથા ગુરુકુળ શાળાના શિક્ષક સુશાંત કુંવર, આચાર્ય સહ સ્ટાફગણ તેમજ વિધાર્થીઓ, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − 7 =

Exit mobile version