બજેટમાં તમામ લોકોની જરૂરિયાતને પુર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે માટે કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સિતારમણજી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કરુ છું. – શ્રી સી.આર.પાટીલ
—-
આ પહેલુ બજેટ એવુ છે જેમા સરકારની આવક વધી નથી પરંતુ જનતાની આવકમાં વઘારો થયો છે. શ્રી સી.આર.પાટીલ
—-
(પોલાદ ગુજરાત) તા. ૨, સુરત : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગઇકાલે કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સિતારમણજી સંસદમાં 2025-26નું બજેટ રજૂ કર્યુ હતું જે સંદર્ભે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.
શ્રી સી.આર.પાટીલજીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગઇકાલે કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સિતારમણજીએ 50.65 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારનું આ વખતનું બજેટ ગરીબો,મહિલાઓ, ખેડૂતો સહિતના તમામ વર્ગને લોકોની અપેક્ષાઓને પુર્ણ કરનારુ બજેટ છે. દેશની સુરક્ષા મજબૂત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પાછલા દસ વર્ષમાં આપણા દેશમાં સૈન્ય સાધાનનોની જરૂરિયાતના 75 ટકા ઉત્પાદન ભારતમાં બની રહ્યુ છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખની હતી તે વઘારી 5 લાખ કરી છે જેના કારણે ખેડૂતોને વધુ લોન બેંકમાંથી મળશે. MSME ક્ષેત્રે રજીસ્ટર્ડ ઇન્ડસ્ટ્રીને કાર્ડમાં પાંચ લાખનો વઘારો કરવામાં આવ્યો છે. બજેટમાં પગારદાર લોકો માટે 12.75 લાખ સુધીની આવક તો અન્ય કરદાતાઓ માટે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તી કરી છે. આ પહેલુ બજેટ એવુ છે જેમા સરકારની આવક વધી નથી પરંતુ જનતાની આવકમાં વઘારો થયો છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, જળ જીવન મિશન યોજના હેઠળ 15.44 કરોડ ઘરોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે એટલે કે વ્યક્તિ દિઠ જોઇએ તો 75 કરોડ લોકોને પાણી પહોંચાડવામાં આવ્યું છે અને હજુ 4.33 કરોડ લોકોના ઘરે પાણી આપવાનું બાકી છે જેને પુર્ણ કરવા બજેટમાં આ યોજના હેઠળ 67 હજાર કરોડ અને યોજના માટે 2.8 લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જળ જીવન મિશન યોજના હેઠળ જનતાને મળતા ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી. ગુજરાતમાં ગીફટ સિટિ અંદર રોકારણ માટેની અનેક તકો અને તેની સુવિધા સાથે અનેક લાભ આપવા માટેની જાહેરાક બજેટમાં કરવામાં આવી છે આ જ બતાવે છે કે દરેક વ્યકિત અને વર્ગ માટે બજેટમાં સમાવેશ કરવામા આવ્યો છે જેના કારણે લોકોને બજેટથી સંતોષ ની લાગણી અનુભવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે બજેટમાં તમામ લોકોની જરૂરિયાતને પુર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે માટે કેન્દ્રીય નાણામંત્રીશ્રી નિર્મલા સિતારમણજી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કરુ છું.
આ કાર્યક્રમમાં સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, મહામંત્રીશ્રીઓ શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઈ ભીમનાથ ,ડેપ્યુટી મેયર શ્રી ડૉ.નરેન્દ્રભાઈ પાટીલ ,સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઇ પટેલ, ધારાસભ્યો શ્રી પ્રવીણભાઈ ઘોઘારી,શ્રી અરવિંદભાઈ રાણા ,શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રીમતી શશિબેન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતાં.