(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) ૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે પૂરું ભારત શ્રી રામના રંગમાં રંગાય ગયું છે અને અયોધ્યાના રામમંદિરના દર્શન માટે આતુર બન્યું છે, ત્યારે સુરત શહેરના ડોક્ટર દંપતીએ પરિવારની ૩ પેઢીના સભ્યોના સહકારથી રામમંદિર પર ‘ આપ આઓ રામમંદિર મે – જય શ્રી રામ ‘ ના શીર્ષકનું રામભક્તીમાં લીન થાય એવું ગીત બનાવ્યું છે. ,જે માત્ર ૧ જ દિવસમાં ૫૦૦૦૦ દર્શકો સુધી પહોંચી ચૂક્યું છે. પરિવારની 3 પેઢીના સભ્યોએ ભેગા મળીને રામમંદિર પર ગીત બનાવ્યું છે. આ ગીત સોશિયલ મીડિયામાં ખૂબજ લોકપ્રિય થઈ રહ્યું છે
ડો. શ્વેતા પટેલ વધુમાં જણાવે છે કે પોતાની વ્યવસાયની વ્યસ્તતા હોવા છતાં અયોધ્યામાં સ્થાપિત રામમંદિરના ઉત્સાહમાં ભાગીદાર બનવાના ભાગરૂપે આ ગીતની રચના કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્સાહી સુરતના ડોક્ટર દંપતીનીએ “જય શ્રી રામ” ના શીર્ષકનું ગીત બનાવ્યું
Leave a comment
Leave a comment