નર્મદામા AAP નું યુવા જોડો અભિયાન શરૂ
સૈયદ સાજીદ : નર્મદા
2024 લોકસભા ચૂંટણી ને અનુલક્ષી ને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા વિવિધ વિંગની રચના કરવામાં આવી છે, જેમાં યુવા વિન્ગમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે બ્રિજરાજ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે, તેઓ દ્વારા ગુજરાતમાં યુવા સંગઠનને મજુબત કરવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે તા.26/8/23 ના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેના સર્કિટ હાઉસમાં જિલ્લાના કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી, ગુજરાત પ્રદેશ યુવા ટીમમાંથી અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી સાથે પ્રદેશ યુવા પ્રમુખ સુખદેવ ગજેરા, યુવા મહામંત્રી અજય દુધાત, યુવા ઉપપ્રમુખ ઘનશ્યામ ઝાલા, અને યુવા ઉપપ્રમુખ જયેશ રાવલ રાજપીપળા ખાતે આવ્યા હતા
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી જીલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા, જીલ્લા મહામંત્રી અર્જુનભાઈ માછી, જીલ્લા પ્રભારી તેજસ પટેલ, ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા, ઉપપ્રમુખ શૈલેષભાઈ વસાવા, અરવિંદભાઈ તડવી, તથા આશુતોષ તડવી તેમજ જીલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદેશ યુવા અધ્યક્ષ સહિત અન્ય હોદ્દેદારોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું, જિલ્લા પ્રમુખ સહિત અન્ય જિલ્લાના હોદ્દેદારો પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ, તેમણે જિલ્લામાં યુવા સંગઠનને મજબૂત બનાવવા વધૂમાં વધુ યુવાને જોડવા નિર્દેશ કર્યો હતો અને પ્રદેશ યુવા પ્રમુખના નતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં યુવા સંગઠન ખુબજ મજબૂત બનશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ત્યારે પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ પોતાનું ધારદાર વક્તવ્ય આપ્યું હતું યુવાઓમાં જોશ ભરનાર વક્તવ્યએ સૌ કાર્યકરોને ઉત્સાહિત કર્યા તેઓએ યુવાઓને મુખ્યધારાની રાજનીતિમાં આવવા જણાવ્યુ હતું તેમણે વધુમાં જણાવ્યું હતુ કે દેશને યુવાનોની જરૂર છે અને યુવાનો દેશનું ભવિષ્ય છે, ત્યારે નાતજાત ભાષા ધર્મનો ભેદભાવ ભૂલી હિન્દુસ્તાનની રાજનીતિમાંથી ભ્રસ્ટાચારને નેસ્ત નાબૂદ કરીએ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા સૌ કાર્યકરોને આવહાન કરવામાં આવ્યું હતું, તેમણે કાર્યક્રમના આયોજન બાબતે નર્મદા જિલ્લા સંગઠનને ધન્યવાદ આપ્યો હતો.