પુણા વિસ્તારમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે બાળ કિશોર સહિત બે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

adminpoladgujarat
2 Min Read

(પોલાદ ગુજરાત) તા.૨૫, સુરત : ગત ૧૯ તે ૨૦ ફેબ્રુઆરીના રાત્રિના સમયે પુણા ગામમાં આવેલ અર્જુનનગર સોસાયટીમાં ફરિયાદીના ઘર પાસે પાર્કિંગમાં મુકેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેનો રજી. નંબર GJ05 ND 6770 કીંમત રૂ. 40000/- ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ, જે બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો,
મળતી માહિતી મુજબ પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તેમજ રાજદીપસિંહ નકુમ ના.પો.કમિ. ઝોન-૨ અને જે.ટી. સોનારા મદદ.પો.કમિ. “ડી” ડીવિઝન નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જે અન્વયે ડીંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઇ હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી નવાગામ ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હે.કો. હેમંતભાઈ શાલીગ્રામ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ભીમનગર ગરનાળા પાસેથી આરોપી સુમેધ દિલીપ શિરશાટ ઉવ.૧૯ રહે- ઘર નંબર 34 રુક્ષ્મણીનગર નવાગામ ડીંડોલી સુરત, તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઉપરોક્ત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નંબર GJ05 ND 6770, જેની કિંમત રૂપિયા 40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, CRPC 41(1) D મુજબની કાયદેસરની કાર્યવાહી કરી પુણા પોલીસ સ્ટેશને સોંપી, પુણા પોલીસમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો ઉકેલી કાઢવા સર્વેલન્સની ટીમને સફળતા મળી છે, ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.પઠાણના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી,હે.કો. હેમંતભાઈ શાલીગ્રામ,હે.કો. નિકુંજ ધીરજભાઈ,હે.કો. દિપક તાપીરામ,હ.કો. અનિલ રામઅવતાર, હે.કો. ધનન્જય પ્રકાશભાઈ,
પો.કો. પરેશ દુર્લભભાઈ,
અને એલ.આર. ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સહિતના ઓએ કરી હતી

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 14 =

Exit mobile version