(અશ્વિન ભોયે/મનીષ બહાતરે) તા.૩૧ :
ડાંગ જિલ્લામાં આહવા ડેપોમાં ગુજરાતના નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તારીખ ૧૫/૧૦/૨૦૨૩ રાજ્ય કક્ષા દ્વારા નક્કી કરેલી વિવિધ પ્રવૃત્તિઓના ભાગ રૂપે આહવા બસ સ્ટેન્ડ પર સફાઈ તો કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આજની તારીખે ૩૧/૧૦/૨૦૨૩ ના રોજ ગંદકી જોવા મળી છે ડેપો મેનેજર દ્વારા સફાઈના નામે અભિયાન નો મજાક બનાવી હોય તેવું સ્પષ્ટ છે ત્યારે આ જોવા મળતી ગંદકી કોઈ અધિકારી કે ડેપો મેનેજરને કેમ દેખાતી નથી તે આશ્ચર્યની વાત છે આ અભિયાનમાં ગ્રામજનોએ પણ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા તો ફક્ત ૧૫ દિવસમાં જ કેમ છેદ ઉડાડવામાં આવી રહ્યો છે આ ડેપો મેનેજર દ્વારા સા માટે નરેન્દ્ર મોદીના સ્વપ્નના ભારત નું છેદ ઉડાડે છે સમજાતું નથી કિશોરસિંહ પરમાર ડેપો મેનેજર દ્વારા એ સમજવું પડશે ખરું ને….?
અને ભારતભરમાં ગત તા.૧૫મી સપ્ટેમ્બર થી તા. રજી ઓક્ટોબર એટલે કે ગાંધી જ્યંતિ ‘સુધી સ્વચ્છતા હી સેવા’ પખવાડીયાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાર્બજ ફ્રિ ઇન્ડિયા નો મંત્ર આપ્યો છે. પણ એ મંત્ર નું આહવા એસ. ટી. ડેપો દ્રારા બેદરકારી દેખાય રહી છે એમાં શંકાનો કોઈ સ્થાન નથી ફોટામાં પસ્ટ દેખાય રહ્યું છે. તો સુ ખાલી નામ પૂરતું સફાઈ કરવામાં આવી હતી..? એતો હવે ડેપો મેનેજર કિશોરસિંહ પરમારજ જાણે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સ્વચ્છતા હી સેવા” સુંદર મારું ગામ અને નગરનું મજાક ઉડાડતું આહવા બસ ડેપો
Leave a comment
Leave a comment