વધઈ કૃષિ યુનિવર્સીટી ખાતે માઈક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ અંગે એક દિવસિય સેમિનાર યોજાયો;

adminpoladgujarat
2 Min Read

આહવા: તા: 23: પ્રધાનમંત્રી ફોર્મલાઈજેશન માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજનાની માહિતી વધુ લોકો સુધી પહોંચે, તેમજ રસ ધરાવનાર વ્યક્તિને એક જ સ્થાન પર બધા જ પ્રકારના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકાય તે હેતુસર ગુજરાત એગ્રો ઇડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડાંગ જિલ્લાના વધઈ કૃષિ યુનિવર્સીટી ખાતે PMFME સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
સેમિનારના મુખ્ય મહેમાન વધઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શકુંતલાબેને સ્થાનિક ખેત ઉત્પાદન વધારવા માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા આહવાન કર્યું હતુ. તેમજ નાના ઉધોગો માટે વધુ વેગ મળી રહે સરકારની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વઘઈ ખાતે યોજાયેલ સેમિનારમા હાલમા કાર્યરત ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા તથા નવા ઈચ્છુક ફૂડ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડાયેલા લોકોને યોજના અંતર્ગત મળવા પાત્ર વિવિધ લાભોની માહિતી આપવામા આવી હતી.
આ યોજના અંતર્ગત નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટોને અપગ્રેડ કરવા માટે, તેમજ નવુ યુનિટ શરૂ કરવા માટે પ્રોજેક્ટ ખર્ચના 35 ટકા, મહતમ ₹ 10 લાખ સુધી સબસીડી સરકાર દ્વારા આપવામા આવે છે. તેમજ ઓનલાઇન અરજી દ્વારા કોલલેટરલ સુરક્ષા વગર બેંક લોન, સબસીડી, તાલીમ, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનની મદદ વગેરેનો લાભ મળે છે.
આ સેમિનારમા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ર શ્રી સંજયભાઈ ભગોરિયા, કૃષિ યુનિવર્સીટીના આચાર્ય શ્રી પસ્તાગીયા, લીડ બેંક મેનેજર શ્રી સેજલભાઈ મેઢા, ફૂડ પ્રોસેસિંગના નાના ઉધોગોકારો, સ્વ સહાય જૂથો, એફ.પી.ઓ સાથે જોડાયેલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, દેશમા અસંગઠિત ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમા આશરે 25 લાખ ઉધોગો છે. કુલ એકમો પેકી 66% ગ્રામીણ ક્ષેત્રોમા કાર્યરત છે, અને 80% જેટલા પરિવાર આધારિત એકમો છે. આ બધી જ મુશ્કેલીઓમા અત્યાધુનિક ટેક્નોલોજી અને સંલગ્ન સાધનો, તાલીમ, સંસ્થાકીય સહાયની ઉપલબ્ધા, ઉત્પાદનની ગુણવત્તાના માપદંડોની જાણકારીનો અભાવ વગેરે આ તમામ ઉધોગોને-કૃષિ-યુનિવર્સીટી-ખાત પડતી મુશ્કેલીઓ દુર કરવા માટે સરકારે PMFME યોજના ઘડી છે. જેમા ગુજરાત સરકારનો 40% ફાળો છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × one =

Exit mobile version