આહવા: તા: ૩: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર ડાંગ જિલ્લામા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ છે.
ડાંગ જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર, આહવા દ્વારા ગાંઘી જયંતિ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોના સથવારે તા.૧લી ઓકટોબરથી તા.૩૧મી ઓકટોબર ૨૦૨૨ સુધી જિલ્લાના વિવિધ ગામોમા સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરાશે. આ વેળા સ્વચ્છતા અંગે લોક જાગૃતિ અભિયાન પણ ચલાવાશે.
આ અભિયાનની શરૂઆતે એટલે કે તા. ૧લી ઓક્ટોબરે આહવાના સનસેટ પોઈન્ટ ખાતે “સ્વચ્છ ભારત 2.0” કાર્યક્રમ અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરી , સનસેટ પોઈન્ટની આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરાયો હતો. આ કાર્યમા લગભગ ૭૦ જેટલા યુવાઓએ યોગદાન આપી, સ્વચ્છતાનો સંકલ્પ લીધો હતો.
–