ડીસીબી પો.સ્ટે સને-૨૦૨૦ ના એમ.ડી ડ્રગ્સના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર હતો આરોપી
(પોલાદ ગુજરાત) તા.૦૪,સુરત : શહેરમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે, જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા તથા પેરોલ ફરાર હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમબ્રાંચ સુરત શહેરનાઓને સુચના મળેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ નાઓની સુચના આધારે નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ-૦૧ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ-૦૨ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી. પો.સ્ટે.ના રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્યની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી.
દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી મળેલ બાતમીના આધારે આરોપી વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંન્ડીયાપન થેવર ઉ.વ.૫૫, રહે- સેવીનપટટી ઇલીયાથગડી, પોસ્ટ-અવાનીપટટી જી-શીવાગંગા થીરૂપથુર તામીલનાડુ તથા ગામ- એ.વેલનગુડી કનડયાવરાયન પટટી વેલનગુડી તીરુપથુર (તામીલનાડુ) નો વચગાળાનાં જામીન મેળવી ફરાર થયા બાદ તામીલનાડુ રાજ્યનાં શીવાગંગા જીલ્લાનાં એ-વેલનગુડી ગામમા આવેલ કાલભેરવ મંદિરમાં ઉપાસક બની, જ્યોતિષ વિધ્યા હાંસલ કરી, ભક્તોનાં ભવિષ્ય જોવાનુ કામકાજ કરી તેની આડમાં છુપાઈને રહે છે.” વિગેરે હકિકતના આધારે મજકુર આરોપીને તામીલનાડુ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.
ડીસીબી પો.સ્ટે.મા સન ૨૦૨૦ NDPS ના ગુનામાં વચગાળાની જામીન મેળવી ફરાર થઈ ગયેલ
તા.૨૨/૦૯/૨૦૨૦ રોજ ડીસીબી પોલીસ દ્વારા ડુંમસ ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ્લે વજન ૧૦૧૧.૮૨ ગ્રામ કિંમત રૂ.૧,૦૧,૧૮,૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૫ કુલ કિંમત રૂ.૩૮,૦૦૦ તથા રોકડા રૂ.૧૨,૭૧૦ તથા ડીજીટલ વજન કાંટા નંગ-૨ કિંમત રૂ.૫૦૦ તથા હુન્ડાઇ 1-10 ગાડી કિંમત રૂ.૨,૫૦,૦૦૦ વિગેરે મળી કુલ્લે કિંમત રૂ.૧,૦૪,૧૯,૪૧૦/- નો મુદામાલ પકડી પાડવામાં આવેલ અને આ ગુનામાં આદિલ નુરાની, સલમાન ઝવેરી, મનોજ પાટીલ, વિરામની અન્ના સહીત કુલ્લે.૧૮ આરોપીઓની અટક કરવામાં આવેલ હતી. આ આરોપીઓ પૈકી સલમાન મો.હનીફ ઝવેરી તથા મનોજ લક્ષ્મણ પાટીલ પેરોલ રજા ઉપર જઇ ફરાર થઇ ગયેલ હતા જે પૈકી સલમાન મો.હનીફ ઝવેરીને ડીસીબી પોલીસે વર્કઆઉટ કરી નેપાલ બોર્ડર નજીક બિહાર ખાતેથી તા.૨૬/૦૬/૨૦૨૩ નાં રોજ પકડી પાડેલ હતો અને મનોજ લક્ષ્મણ પાટીલ પેરોલ ફરાર હતો તે દરમ્યાન મહારાષ્ટ્ર થાણે ક્રાઈમ બ્રાન્ચે મનોજ પાટીલ તથા અન્ય આરોપીઓને રૂ.૫૫,૭૩,૦૦૦ નાં એમ.ડી.ડ્રગ્સ બનાવવાનાં મુદ્દામાલ સાથે પકડી પાડી મહારાષ્ટ્રનાં થાણે નગરપોલીસ સ્ટેશનમાં ફરીયાદ નં૨૯૪/૨૦૨૩ NDPS એક્ટ મુજબના ગુનાના કામે ધરપકડ કરેલ છે.
સુરત ડી.સી.બી. પો.સ્ટે. સને-૨૦૨૦ નાં NDPS નાં ગુનામાં મનોજ લક્ષમણ પાટીલ તથા વીરામની અન્ના નાઓએ મહારાષ્ટ્ર રાયગઠ ખાતે એમ.ડી ડ્રગ્સ બનાવવાની ફેકટરી નાખેલ હતી અને આ આરોપીઓ લાજપોર જેલમાં હતા તે દરમ્યાન વીરામની અન્ના તથા જેલમાં બીજા ગુનાનાં આરોપીઓ ધનશ્યામ અશ્વિનભાઈ મુલાણી તથા સુનિલકૌશીક ગજાનંદ શર્મા નાઓએ સાથે મળી એમ.ડી.ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરૂ રચેલ જેના ભાગ રૂપે આરોપી વિરામની અન્ના તા.૧૨/૦૫/૨૦૨૩ નાં રોજ તથા ઘનશ્યામ મુલાણી જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થઇ ગયેલ.
બાદ સુનિલકૌશીક ગજાનંદ શર્મા જેલમાં રહી મોબાઇલ ફોનથી બંન્નેના સંપર્ક રહી હરીયાણા ખાતેથી પોતાના પિતા ગજાનંદ શર્મા પાસેથી એમ.ડી.ડ્રગ્સ બનાવવાનુ રો- મટીરીયલ મંગાવી રાજસ્થાનના પાલી જીલ્લાનાં પાતી ગામમા સંતાડી રાખેલ અને ગુજરાતનાં વાપી વિસ્તારમાં એમ.ડી.ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધમાં હતા તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડીસીબી પોલીસે રાજસ્થાનનાં પાલી જીલ્લાનાં પાતી ગામમાંથી એમ.ડી ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરીયલ ૧૦ કીલો ૯૦૧ ગ્રામ કિમંત રૂ.૧૦,૯૦,૧૦૦ મુદામાલ કબ્જે કરી આ ગુનામાં સંડાવાયેલ અને અન્ય ગુનામાં જેલમાંથી પેરોલ ફરાર આરોપી ઘનશ્યામ અશ્વિનભાઈ મુલાણીની ધરપકડ કરવામાં આવેલ.
બાદમાં લાજપોર જેલમાંથી સુનિલકૌશીક ગજાનંદ શર્મા જેલમાં રહી તે મોબાઇલ ફોનના ઉપયોગથી કાવતરૂ ઘડતો હોય તે અંગે જેલમાં રેઇડ/સર્ચ તપાસ કરી સુનીલ કૌશીક પાસેથી મોબાઇલ ફોન કબ્જે કરી અલગથી ગુનો રજીસ્ટર કરી સદરહુ ગુનામાં કબ્જો મેળવી અટક કરવામાં આવેલ હતો અને હાલનો આરોપી વિરામની ઉર્ફે અન્ના તથા ગજાનંદ શર્મા વોન્ટેડ હતા.
દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી મળેલ બાતમી હકીકત
આધારે તામીલનાડુ ખાતેથી આરોપી વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંન્ડીયાપન થેવર ને પકડી
પાડી ડી.સી.બી. પો.સ્ટે.નાં પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.રાઠોડ નાઓ આગળની તપાસ ચલાવી રહ્યા છે.