(પોલાદ ગુજરાત) તા.૧૨,સુરત : શહેરના અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે DCP ઝોન-૨ તથા ACP “ડી” ડીવિઝન જે.ટી. સોનારાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીંડોલી પો.ઇન્સ. આર.જે.ચુડાસમા નાઓના સીધાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI એલ.એચ. મસાણી અને ASI ડી.આર.બથવાર સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનના NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા સાત માસથી બિહાર નાસી ગયેલ આરોપી લાલુપ્રસાદ ઉર્ફે લાલુ બેનીસાવ ગુપ્તા ઉ.૨૪, રહે- પ્લોટ નંબર ૩૯, રૂમ નંબર ૦૯, ભરવાડ નગર નવાગામ ડીંડોલી સુરત તથા મૂળ વતન ગામ-જમીરા, થાના- મુફાસીલ, જિલ્લા- ભોજપુર (બિહાર) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.