નર્મદા જિલ્લાના સેલંબા ખાતે રેલીમાં હિન્દુ મુસ્લિમ કોમના ટોળા સામસામે આવી જતાં કોમી તંગદિલી સર્જાઈ

adminpoladgujarat
3 Min Read

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે રેલીમાં હિન્દુ મુસ્લિમ કોમના ટોળા સામસામે આવી જતાં કોમી તંગદિલી સર્જાઈ

તોફાની ટોળાએ 10 થી 12 જેટલી દુકાનોને આગ ચાંપી ભારે નુકશાન પહોંચાડ્યું

રેલીના એક દિવસ અગાઉ મે પોલીસને આ મામલે ચેતવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી જેના પરિણામે આ ઘટના થવા પામે છે : ધરાસભ્ય ચૈતર વસાવા

(સાજીદ સૈયદ, નર્મદા)

નર્મદા જિલ્લાના સાગબાર તાલુકાના સેલંબા ખાતે બજરંગ દળ અને આરએસએસ દ્વારા કાઢવામાં આવેલ રેલી દરમિયાન થયેલા પથ્થરમારા બાદ હિન્દુ મુસ્લિમ કોમના ટોળાઓ સામ સામે આવી જતા કોમી તંગદીલી ફેલાઈ જવા પામી હતી

નર્મદા જિલ્લામાં તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ રાજપીપળા ખાતે તેમજ સમગ્ર નર્મદા જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન નો પર્વ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભાઈ શાળાના માહોલમાં પૂર્ણ થયા હતા, ત્યારે 29 સપ્ટેમ્બરની સવારે નર્મદાના સાગબારા તાલુકાના સેલંબા ગામે બજરંગદળ અને આરએસએસ દ્વારા કાઢવામાં આવેલી રેલી ઉપર કથિત રીતે પથ્થર મારાની ઘટના બાદ દુકાનો અને વાહનોની તોડફોડ અને આગ ચંપીની ઘટનાઓ બનવા પામી છે જેથી પરિસ્થિતિ કાબુમાં માટે લાવવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા

અમને મળી રહેલી પ્રાથમિક માહિટી મુજબ બજરંગદળ દ્વારા કાઢવામાં આવેલી રેલીને તંત્ર તરફથી કોઈ મંજૂરી મેળવવામા આવી ન હતી, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આ રેલીમા એકત્રિત થવાના હોય ત્યારે પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરોને આ મામલે કેમ કોઈ જાણકારી નહતી?? એવા સવાલો ઉભા થઇ રહ્યા છે.

બનેલી ઘટનાની જાણ થતા નર્મદા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે, જો પોલીસ પેહલાં જાગી હોત કદાચ આ ઘટના ના બની હોત….

જ્યારે આ ઘટનાની જાણકારી મળતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને તેઓના એક વીડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે પોલીસ અધિકારી સાથે કે તેઓએ ગઈકાલે એટલે કે 28 સપ્ટેમ્બરે જ પોલીસને આ મામલે ચેતવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી જેના પરિણામે આ ઘટના થવા પામે છે

ડેડીયાપડાના ધારાસભ્ય ધ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પ્રાંત અધિકારી એ પણ આ રેલીને મંજૂરી આપી નથી તેવું કહ્યું અને ચૈતર વસાવાએ પોલોસને પણ અગાઉથી જ આ રેલીના ઓથા હેઠળ ધમાલ કરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી, છતાં પોલીસ નિષ્ક્રિય કેમ રહી.?

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + 7 =

Exit mobile version