રાજસ્થાનમાં દારૂના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી ફરાર, રૂપિયા ૫૦૦૦નો ઇનામી અને ૪ વર્ષથી સુરત ગ્રામ્ય માંગરોલના લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી મુંબઈથી ઝડપાયો

adminpoladgujarat
3 Min Read

 

(પોલાદ ગુજરાત) તા.૨૩,સુરત :
અગામી લોકસભાની સમાન્ય ચુંટણીના અનુલક્ષીને શહેર પોલીસ કમિશ્નર, તથા ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ સુરત નાઓએ શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાન્તીમય વાતાવર્ણનમાં લોકસભા ચુંટણી પુર્ણ થાય તેની તકેદારીના ભાગરૂપે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે, જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા ગેરકાયદેસરના અગ્ની શસ્ત્રો (દારૂ ગોળો) રાખનાર ઇસમોને શોધી કાઢવા માટે ખાસ સુચના આપેલ. જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાંચ નાઓએ ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનો માંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરી એકશન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે
વર્કઆઉટ કરી રહેલ હતા સદર વર્કઆઉન્ટ દરમ્યાન ખુન-ખુનની કોશિષ તથા ધાડ-લુંટ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના પોલીસ માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી રહેલ હતા તે દરમ્યાન ચૌક્કસ બાતમી હકીકત મળેલ કે, સને-૨૦૧૫ની સાલમાં રાજસ્થાન રાજ્યના ગુલાબપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂ અને લેન્ડગ્રેબીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી જહાંગીર ઈબ્રાહીમ મલેક નામનો ઇસમ હાલમાં તેની બીજી પત્ની સાથે મુંબઈ ઠાણે વિસ્તારમાં રહે છે અને તે આરોપીને પકડી પાડનારને રાજસ્થાન સરકારે રૂપિયા ૫૦૦૦નુ ઇનામ જાહેર કરેલ છે. તેમજ આ આરોપી સને ૨૦૨૦ની સાલમાં સુરત ગ્રામ્યના માંગરોલ પો.સ્ટે.માં પણ લેન્ડગ્રેબીંગના ગુનામાં નાસતો ફરતો હતો.
જે બાતમી હકીકત આધારે ડી.સી.બી.ના પોલીસ માણસોની ટીમ મુંબઈ થાણે મુકામે જઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્ક-આઉટ કરી રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના ગુલાબપુરા પોલીસ સ્ટેશન FIR NO- 298/2015 રાજસ્થાન એક્સાઇઝ એકટની કલમ ૧૪, ૫૪ મુજબના ગુનામાં છેલ્લા-૯ વર્ષથી વોન્ટેડ જાહેર કરેલ આરોપી જહાંગીર ઇબ્રાહીમ મલેક ઉ.વ.૪૯ ધંધો.જમીન દલાલી રહે. મકાન નં:-૧૧૯, ગલી નં:-૫૭, અપનાનગર, મ્યુનશીપાલ સ્કુલની પાછળ, રાબોરીગામ થાના-રાબોરી તા. જી થાણે વેસ્ટ મુળ વતન-મુ.પો.ખરોડ તા.અંકલેશ્વર જિલ્લો-ભરૂચ તથા તાંદલજાગામ, તહુરાપાર્ક સોસાયટી, વડોદરા શહેર ના વિરૂધ્ધમાં રાજસ્થાન નામદાર કોર્ટે CRPC કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ ઈસ્યુ કરેલ છે. તેમજ મજકુર આરોપીએ સને ૨૦૨૦ની સાલમાં મોજે માંગરોલ તાલુકાના ધામરોડગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નં:-૪૬૯ વાળી જમીનના ખોટા દસ્તાવેજ બનાવડાવી જમીનના મુળમાલીકની જાણ બહાર અન્ય
વ્યક્તિને સદર જમીન વેચાણ કરી રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ રેર્કડમાં નામો દાખલ કરાવી દિધેલ હોય મજકુર આરોપીને થાણે
મુંબઇ ખાતેથી લઇ આવી કાયદેસર કાર્યવાહી કરી સુરત ગ્રામ્ય માંગરોલ પોલીસ સ્ટેશેન તથા રાજસ્થાન ગુલાબપુરા પોલીસ સ્ટેશનના
તપાસ કરનાર અમલદારને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 3 =

Exit mobile version