આરોપી ગુજરાત પોલીસને ઓળખીના શકે તે માટે સ્થાનીક લોકોની જેમ પહેરવેશ ધારણ કરી આરોપીને પકડવામાં સફળતા મળી
(પોલાદ ગુજરાત) તા.૩૦,સુરત : શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તેમજ નાયબ પોલીસ કમીશ્નર ઝોન-ર નાઓએ ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે ઝોન-૨ એલ.સી.બી. શાખાના પોલીસ માણસો એ.એસ.આઇ. જનકસિંહ ભગવાનસિંહ તથા એ.એસ.આઇ. પ્રદિપભાઇ જગદંબાપ્રસાદ અને અ.હે.કો મનિષભાઇ હમીરભાઇ નાઓ હ્યુમન તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી ઉત્તર પ્રદેશના બદલાપુર આરોપીના ગામની આજુ બાજુમાં આવતો હોય જે અન્વયે નાયબ પોલીસ કમીશ્નર ઝોન-ર નાઓ એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સુચનાઓ આપી યુપી રવાના કરેલ જે બાબતે એલ.સી.બી.ના પોલીસ મણસો ઉત્તર પ્રદેશના બદલાપુર ખાતે જઈ આરોપી પોલીસને ઓળખીના શકે તે માટે સ્થાનીક લોકો જેવો પહેરવેશ ધારણ કરી આરોપીનો લોકેશન ચોક્કસ ન હોય જેથી આરોપીના ગામ થી માર્કેટની વચ્ચેના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાણીની નહેર પર મકાઇના ખેતરમાં કામ કરતા મજુર સાથે કામ કરી તેમજ માર્કેટના નાકે પોલીસ માણસોએ વોચમા રહી આરોપી અજય રામઅચલ યાદવ ઉ.વ- ૩૪ રહે- ઘર નં- ૩૧૫ વૃંદ્રાવન નગર- ૨ બેજનાથ મંદીર પાછળ લિંબાયત સુરત મુળવતન- ગામ કુસાહા તા- બદલાપુર જી- જૌનપુર ઉત્તરપ્રદેશ પોતાના ગામ માથી બહાર આવતા તેને ત્યાંજ પકડી કાગળ કાર્યવાહી કરી આરોપીને સુરત લાવી લિંબાયત પો.સ્ટેશનને સોપેલ છે.