મજુર અધિકાર મંચ દ્વારા અચોક્કસ નિણર્ય લેવાયો મજુર ભર્તી ચાલુ કરો

adminpoladgujarat
3 Min Read

મજુર અને મુકારદમોની આર્થિક પરિસ્થિતિને સમજતા નિર્ણય લેવાયો

આજથી તમામ સુગર ફેકટરીઓની
ગાડીને અટકાવવામાં આવશે નહીં.

(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) આહવા :
ડાંગ જીલ્લાના સુબીર તાલુકા ખાતે મજુર, મુકારદમ અને મજુર અધિકારના મંચનાં સંગઠન દ્વારા મજૂરોનું લઘુતમ વેતનનાં મુદ્દાને લઈને ૧૩ સપ્ટેમ્બર રોજ એક જાહેર સભા યોજાઈ હતી.
જેમા સરકારનાં જાહેરનામાં મુજબનું નકકી કરવામાં આવેલું પ્રતિટન દિઠ લઘુતમ વેતન ૪૭૬ રૃપિયા સુગર ફેકટરીઓ દ્વારા મજૂરોને ન ચુકવી અને સુગર ફેકટરીએ નકકી કરેલો મનસ્વી ભાવ ચૂકવી જે પ્રકારે મજુર અને મુકારદમનું તમામ સુગર ફેકટરીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે. આ મુદ્દાને લઈને જાહેર સભામાં ચર્ચા થઈ હતી અને તમામ સુગર ફેકટરીનાં મજુર અને મુકારદમોએ એક થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો .અને જ્યાં સુધી તમામ સુગર ફેકટરીઓ સરકારી ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવેલું મજુરનું લઘુતમ વેતન પૂરેપૂરું શેરડી કાપનાર કામદારોને આપવાનું નક્કી કરવામાં આવે અને જ્યાં સુધી તમામ સુગર ફેકટરીઓ દ્વારા આ મુદ્દે લેખિતમાં બાહેધરી આપવામાં ન આવે ત્યા સુધી ડાંગ જિલ્લામાંથી એક પણ સુગર ફેકટરીની મજુર ભર્તીની ગાડીને મજુર ભરીને લઈ જવા દેવામા આવશે નહીં .

મજુર અધિકાર મંચ દ્વારા નક્કી કરાયેલા નિર્ણયનાં ભાગરૂપે તા.૨ ઓક્ટોબરનાં રોજ ડાંગ જિલ્લામાં મજુર ભરવા આવેલી ચાસવડ અને વટારિયા સુગર ફેકટરીની ગાડીને મજુર અધિકાર મંચ સંગઠનનાં કાર્યકરો દ્વારા ગાડીને અટકાવતાં સુબીર ખાતેથી ખાલી હાથે પરત ફરી જવાની ફરજ પડી હતી. અને આ મુદ્દાને લઈને તા.૧૩ ઓક્ટોબરનાં રોજ ફરી એક વખત જાહેર સભાનું આયોજન કરવામાં આવશે તેવો નિર્ણય અગાઉની સભામાં લેવામાં આવ્યો હતો.
પરંતુ અમુક મજુર અને મુકારદમ વચ્ચે આર્થિક વહીવટી પ્રથમ જાહેર સભા પહેલાં જ થઈ જતા હાલમાં તમામ સુગર ફેકટરીઓની મજુર ભર્તી થવા જઈ રહી છે ત્યારે મજુરો અને મુકારદમની આર્થિક પરિસ્થિતિ ખરાબ ન બને તેના માટે તાત્કાલીક આજ રોજ સુબીર શબરીધામ ખાતે મિટિંગનું આયોજન રાખવામા આવ્યું હતું જેમાં તમામ સુગર ફેકટરીનાં મજુર મુકારદમ અને સુગર તરફ઼થી મજુર ભર્તીનાં સુપરવાઈઝરો હાજર રહી અને લાબી ચર્ચા બાદ તા.૯ ઓક્ટોબરથી તમામ સુગર ફેકટરીઓને મજુર ભરીને લઈ જવા દેવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.પરંતુ મજુર અને મુકારદમનાં લઘુતમ વેતન અને કમીશનનાં મુદ્દાને લઈને તમામ સુગર સામે આ લડત ચાલુ જ રહશે તેમ મજુર અધિકાર મંચનાં સંગઠન તરફથી જાણવા મળ્યું હતું.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × one =

Exit mobile version