(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે : આહવા)ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઝરણ ગામની સીમ માંથી ઝરણપસાર થઝરણતાં સોનગઢ-સુબીર કોરીડોર રસ્તાનું કામ ચાલી રહયું છે આ રસ્તા પર રસ્તો પહોળો કરવાની કામગીરી કરી ડાનજીકમાંમર પાથરી રસ્તાનું નવીનીકરણની કામઝરણ ચાલી રહ્યું છે અને ડાંગ જિલ્લોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહયો છે સ્ટેચ્યુ ઓફ યુનીટીથી સોનગઢ તેમજ સુબીરનું શબરીધામ અને સાપુતારાને જોડતો કોરીડોર રસ્તાનું કામ યુધ્ધનાં ધોરણે થઈ રહયો છે કોરીડોર સાથે ડાંગનાં રસ્તાઓનું જોડાણ થતાં જ આ રસ્તાઓ પ્રવાસીઓનાં વાહનોથી ધમધમી ઊઠશે ત્યારે ઝરણ ગામની સીમમાં રસ્તા વચ્ચે જ અડીખમ તોતીંગ વૃક્ષ વળાંક માં ઊભો હોવાં છતાં તે દુર નહી કરાતાં આ વૃક્ષનાં લીધે અકસ્માતોની મોકાણ ઊભી થશે સ્થાનીક વાહનચાલકોનાં જણાવ્યાં પ્રમાણે આ વૃક્ષ વાહનચાલકો માટે ખુબ જ જોખમી છે તેને તરત જ દુર કરવામાં આવે તે જરૂરી છે