ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી માનનીય શ્રીમતી દર્શનાબેન જરદોષ દ્વારા પત્રકાર મિત્રો સાથે તાજેતરમાં રજુ થયેલા કેન્દ્રીય બજેટ અને રેલવે આધુનિકરણ વિશે સંવાદ

adminpoladgujarat
2 Min Read

(અશોક મુંજાણી : સુરત)

આજ રોજ લે મેરિડીયન હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી માનનીય શ્રીમતી દર્શનાબેન જરદોષ દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવી હતી .

કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી માનનીય શ્રીમતી દર્શનાબેન જરદોષ દ્વારા આવનારા દિવસોમાં રેલવેમાં થનારા આધુનિકરણ વિશે વાત કરવામાં આવી હતી . જેમાં ખાસ કરીને આવનારા સમયમાં નવા નિર્માણ થનાર સુરત રેલવે સ્ટેશન માટેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે તે એક અત્યાધુનિક રેલવે સ્ટેશન બનશે અને એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી.

સાંસદ શ્રી તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા કેન્દ્રીય બજેટ વિશે જાણકારી આપતા કેવી રીતે આ બજેટ સમગ્ર દેશ અને સમાજના સર્વાંગી વિકાસમાં મદદરૂપ સાબિત થશે તે જણાવાયું હતું .

તેઓશ્રીએ જણાવ્યું હતું કે આ કેન્દ્રીય બજેટ અમૃતકાળનું બજેટ છે ને તે અંતર્ગત સમાજના ઉપલા વર્ગથી લઈને છેવાડાના માનવી સુધી બધાના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે . કિસાનોથી લઈને વ્યાપારી સુધી, યુવાવર્ગ અને મહિલાઓ માટે તથા તમામ વર્ગના લોકો માટે આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે .

વિશેષમાં તેમણે કહ્યું હતું કે દેશના સંરક્ષણ ક્ષેત્રે , તબીબી ક્ષેત્રે , શિક્ષણ ક્ષેત્રે ,આર્થિક ક્ષેત્રે ક્રાંતિ લાવનારું આ બજેટ છે.

ઉપરોક્ત પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત ભાજપ શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા , મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ , શ્રી કાળુભાઇ ભીમનાથ , ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પટેલ , શ્રી પ્રવીણભાઈ ઘોઘારી , શ્રી અરવિંદભાઈ રાણા , શ્રી મનુભાઈ પટેલ , શ્રી સંદીપભાઈ દેસાઈ , ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાળા , સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા .

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × three =

Exit mobile version