સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું . ત્યાર બાદ વંદે માતરમ્ ગાન કરવામાં આવ્યું હતું .
(પોલાદ ગુજરાત) તા.૨૬, સુરત શહેરના માનનીય પ્રમુખ શ્રી પરેશ પટેલ દ્વારા તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કટોકટી કાળના જે દિવસો હતા તેની વાત કરી હતી . કેવી રીતે આ કટોકટી લાદવામાં આવી અને શું તકલીફો અને યાતના વેઠવી પડી તે સમયમાં તેની થોડી જાણકારી આપી અને વિગત વાર આ વિશે મુખ્ય વક્તા ડો. શ્રી નરેશ બંસલ , કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તે જાણકારી આપશે તેમ કહી પોતાની વાતનું સમાપન કર્યું .
ત્યારબાદ સુરત શહેરના વતની કે જેઓ મીસા હેઠળ જેલમાં હતા અને આ કટોકટીમાં જેઓએ પીડા સહન કરી હતી તે મહાનુભાવોનું સન્માન મુખ્ય વક્તા અને શહેર પ્રમુખ દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું .મુખ્ય વક્તા ડો. શ્રી નરેશ બંસલ કે જેઓ રાજ્યસભાના સાંસદ છે , તેમના પ્રાસંગિક ઉદબોધનમાં સૌ પ્રથમ વાત કરતા જણાવ્યું કે આપાતકાળના પચાસ વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી
” સંવિધાન હત્યા દિવસ ” તરીકે ઉજવવામાં આવે છેતેમણે કહ્યું કે કેવી રીતે ૨૫ જૂન , ૧૯૭૫ના રોજ રાતના ૧૨ વાગ્યે ઇમરજન્સી એટલે કે કટોકટી કોંગ્રેસ સરકાર અને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવી તેની વાત કરતા કહ્યું કે આ પછી બે પેઢી કે જેઓએ આ કટોકટી પછી જન્મ લીધો છે તેમને આ વિશે જાણવું જરૂરી છે .
આ કટોકટી દરમ્યાન ભારતના નાગરિકોનું મૌલિક હનન કરવામ આવ્યું તેની વાત કરતા તેમણે કહ્યું કે કેવી રીતે એક પરિવાર દ્વારા પોતાની સત્તા લોલુપતા સંતોષવા આ કૃત્ય કરવામાં આવ્યું .તેમણે જણાવ્યું કે કટોકટી લોકતાંત્રિક ઇતિહાસના સૌથી કાળા અધ્યાયોમાની એક છે , કટોકટી લાગુ કરવાના ૫૦ વર્ષ પૂરા થઈ ગયા છે , લોકો આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવે છે , આ દિવસે સંવિધાનમાં નિર્ધારિત મૂલ્યોને બાજુ પર મૂકી દેવામાં આવ્યા , પ્રેસ મીડિયાની સ્વતંત્રતાને ખતમ કરવામાં આવી , રાજનૈતિક નેતાઓ હોય કે સામાજિક નેતા હોય કે મીડિયા સાથે જોડાયેલા લોકો હોય કે સામાન્ય લોકો હોય બધાને જેલમાં પૂરવામાં આવ્યા .
મહત્વપૂર્ણ વાત એ છે કે આજે આ કટોકટી યાદ કરવી કેમ પ્રાસંગીક છે ?
આની પૃષ્ઠભૂમિમાં જણાવતા તેમણે કહ્યું કે શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ ૧૯૭૧ માં ગેરરીતિ કરીને ચૂંટણી જીતી , તેના વિરુદ્ધ ૧૨ જુન, ૧૯૭૫માં ચુકાદો આવ્યો અને તેમના ઉપર છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે પરિબંધ મૂકવામાં આવ્યા . આની વિરુદ્ધમાં તેઓએ રાતોરાત તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી અહેમદ ઉપર દબાણ લાવી કેબિનેટની મંજૂરી વગર જ કટોકટી જાહેર કરવામાં આવી .
રાતોરાત જયપ્રકાશ નારાયણ , અટલ બિહારી બાજપાઈ , લાલકૃષ્ણ અડવાનીને ગિરફતાર કરી દેવામાં આવ્યા . ત્યાં સુધી કે કોંગ્રેસના પાંચ નેતાઓ કે જેઓ આ તાનાશાહી વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા તેમને પણ ગિરફતાર કરવામાં આવ્યા .સંવિધાનમાં ૩૮ , ૩૯ અને ૪૨ મો સુધારો કરી સંવિધાન તાર તાર કરી નાખ્યું , આ સુધારામાં તેઓએ રાષ્ટ્રપતિ , ઉપ રાષ્ટ્રપતિ , પ્રધાનમંત્રી તથા લોકસભા સ્પીકર સામે કોઈ કેસ ના કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું , લોકોને ન્યાય માંગવાનો પણ અધિકાર છીનવી લેવામાં આવ્યો . આ દરમ્યાન સંવિધાનમાં સેક્યુલર , સોશિયલિસ્ટ શબ્દો ઉમેરવામાં આવ્યા . ન્યાયતંત્રને પણ પાંગળું કરી દેવામાં આવ્યું .
તેમણે જણાવ્યું કે આજે કોંગ્રેસ અને અન્ય વિપક્ષ અલ્પસંખ્યકોની વાત કરે છે ત્યારે દિલ્હીના તુર્કમાન ગેટ ખાતે તે વખતે બુલડોઝર ચલાવીને મુસલમાન લોકોના દુકાનો અને ઘરોને નષ્ટ કરી દેવામાં આવે છે . પરિવારની સ્ત્રીઓ અને નાના નાના છોકરાઓ સાથે લોકો બેઘર થઈ જાય છે . અલોકતાંત્રિક રીતે ૬૨ લાખ લોકોનું વિંધ્યકરણ એટલે કે નસબંધી કરવામાં આવી , બાર વર્ષના બાળકથી માંડીને નવ વિવાહિત જોડાથી માંડીને ૮૦ વર્ષના લોકો સુધીનું વિંધ્યકરણ કરવામાં આવ્યું .
જેલમાં બંધ લોકોને અસહ્ય યાતના આપવામાં આવી , તેઓના નખ ખેંચી કાઢવામાં આવ્યા , તેમને મળમૂત્ર પીવાની ફરજ પાડવામાં આવી . કેટલાય પરિવાર બરબાદ થઈ ગયા , તેમનો રોજગાર છીનવાઈ ગયો , જેલમાં બંધ વ્યક્તિઓને તેમના પરિવારજનોને માંદગી દરમ્યાન પણ મળવા ના દીધા તથા તેમની અંતિમ ક્રિયામાં પણ સામેલ ના થવા દીધા .
આરએસએસ ના એક લાખ જેટલા કાર્યકર્તાઓ જેલમાં હતા . આજે મને કહેતા કોઈ સંકોચ નથી થતો કે જો આરએસએસ ના હોત તો દેશ કેટલા દિવસો સુધી કાળી કોટરીમાં બંધ રહેત .
આટઆટલી યાતનાઓ સહન કરવા છતાં ભારતની જનતા અડગ રહી અને કોંગ્રેસ તથા ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી હટાવી ચૂંટણી કરાવવાની ફરજ પડી અને જેમાં તેમની કારમી હાર થઈ .
અંતમાં તેમણે જેઓએ આ કટોકટી દરમ્યાન યાતનાઓ ભોગવી , પીડા સહન કરી તેમને પ્રણામ કરતા જણાવ્યું કે આવા દેશપ્રેમી લોકોને કારણે જ આજે લોકશાહી જીવંત છે .
આ પ્રસંગે શહેર પ્રભારી શ્રી શીતલબેન સોની સુરત ના સાંસદ શ્રી મુકેશભાઈ મેયર શ્રી દક્ષેશ ભાઈ મહામંત્રી શ્રી કિશોર બિન્દલ, કાળુભાઈ, , ધારાસભ્ય શ્રી ઓ શ્રી પ્રવીણભાઈ , સંગીતા બેન, કાંતિભાઈ , અરવિંદભાઈ , ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ શાસકપક્ષ નેતા શ્રી શશીબેન ત્રિપાઠીદક્ષીણ ઝોન મીડિયા કન્વીનર શ્રી રાજેશભાઈ ,સહકન્વીનર દીપિકા બેન મીસાવાસી ઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં
શૈલેશ શુક્લ (મીડિયા કન્વીનર સુરત મહાનગર)