નવી સિવિલ કેમ્પસ ખાતે કુલ ૧૨૩.૪૭ કરોડના ખર્ચે કુલ ૬૦૦ રૂમોની બે હોસ્ટેલ સાકાર થશે*
સુરત:શુક્રવાર: આગામી તા.૨૯મી સપ્ટે.એ સુરતના લિંબાયતના નિલગીરી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકા, જિલ્લા સહિતના કુલ રૂ.૩૪૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે, જેમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ.૬૩ કરોડના ખર્ચે બોયઝ હોસ્ટેલ અને રૂ.૬૦.૪૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગર્લ્સ હોસ્ટેલના કાર્યનું પણ વડાપ્રધાનશ્રી ખાર્તમહૂર્ત કરશે.
નોંધનીય છે કે, કુલ ૧૨૩.૪૭ કરોડના ખર્ચે ૩૦૦ રૂમોની (G+૧૧) માળની ૬૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની U.G બોયઝ હોસ્ટેલ અને ૩૦૦ રૂમોની (G+૧૧) માળની ૬૦૦ વિદ્યાર્થિનીઓ નિવાસ કરી શકે એવી U.G ગર્લ્સ હોસ્ટેલ નવી સિવિલ કેમ્પસમાં સાકાર થશે. આ બંને હોસ્ટેલ જીમ, કાફેટેરિયા, ડાઈનિંગ હોલ, બાઈક અને ફોર-વ્હિલર પાર્કિંગ, ગાર્ડન સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
-૦૦-