ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ સોનાના ઘરેણાં ભરેલ લેડીઝ પર્સની ચીલઝડપના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના દિવસોમાં ડીંડોલી પોલીસ મથકની સર્વેલન્સ ટીમે ઝડપી લીધા.
(પોલાદ ગુજરાત ન્યુઝ) તા.૦૬, સુરત : ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે ફરિયાદી પોતાની પત્ની સાથે વડોદરા ખાતે લગ્ન પ્રસંગે જતાં હોય રિક્ષામાં બેસી ઉધના ત્રણ રસ્તા થી ઉધના રેલ્વે સ્ટેશન તરફ જતા હતા તે સમય દરમિયાન ઉધના L.I.C. બિલ્ડીંગ પાસે એક બાઈક ઉપર આવેલ અજાણ્યા ઈસમોએ રિક્ષામાં બેસેલ મહિલાનું લેડીઝ પર્સ (જેમાં સોનાનું મંગળસૂત્ર, કાનની વાળી, પેન્ડલ સહિત રૂપિયા 1,36,500ની મત્તાના) ઘરેણાં હતાં જે ચાલુ રિક્ષાએ ખેંચી ચીલઝડપ કરી નાસી ગયેલ, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ, સદર ઉપરોક્ત ગુનામાં અગાઉ બે આરોપીઓને પકડવામાં આવેલ તેમજ મોઈન ઉર્ફે બોબડાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ.
વધુ મળતી માહિતી મુજબ “ડી” ડીવીઝન મદદનીશ પોલીસ કમિશનર જે.ટી. સોનારા નાઓએ મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ જેવા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જે અન્વયે ડીંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ચુડાસમા ડીંડોલી તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.પઠાણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો. કુલદીપસિંહ હેમુભા, પો.કો. મેહુલ પ્રવીણભાઈ તથા પો.કો. રણજીતસિંહ બનેસંગભા નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ઉધના પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના સહ આરોપી મોઈન ખાન ઉર્ફે મોઈન બોબડો s/o સરવરખાન પઠાણ ઉવ.૧૯ રહે- બી/૫૨, રૂમ નંબર ૦૩, ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત તથા મૂળ રહે- સંભાજીનગર જલગાવ (મહારાષ્ટ્ર). ને ઝડપી પાડી, ઉધના પોલીસ સ્ટેશને સોંપી ફરાર આરોપીને શોધી કાઢવા ડીંડોલી સર્વેલન્સની ટીમને સફળતા મળી છે,