(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત)
આજે તા: 13 – 02 – 25 ગુરુવારના રોજ અમારી શાળા જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ મુદ્દાઓ આધારિત 125 થી પણ વધુ સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યા હતા.
આજના આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાન , રસાયણ વિજ્ઞાન , ઇલેક્ટ્રોનિક્સ , પર્યાવરણ , ખેતી , પ્રદૂષણ , સૌર ઊર્જા , ટ્રાફિક નિયમન , સ્માર્ટ સીટી , ચંદ્રયાન , અવકાશ વિજ્ઞાન , હાઈડ્રોપોનિક્સ ખેતી , વરસાદી પાણીનો સંગ્રહ , વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ , વગેરે વિષયો પર સુંદર મજાના પ્રોજેક્ટ બનાવ્યા હતાં.
આ પ્રદર્શનમાં શાળાના ગુજરાતી , હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજર રહીને ખૂબ જ રસપૂર્વક પ્રોજેક્ટ નિહાળ્યા હતાં અને પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રદર્શન માટે શાળાના વિજ્ઞાનના શિક્ષક શરદભાઈ થીગડે દ્વારા તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ ગોપાણી તેમજ આચાર્યાશ્રી કેતકીબેન નાયકે પણ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.