દિલ્હી ચૂંટણી પરિણામમાં ભાજપને ભવ્ય વિજય મળતા સુરત કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોઢુ મીઠું કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

 

(પોલાદ ગુજરાત) તા.૦૮, સુરત : 

દેશની રાજધાની દિલ્હીમાં આજરોજ મતગણના બાદ ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય પ્રાપ્ત થયો છે 27 વર્ષ બાદ દિલ્હીમાં ભવ્ય વિજય થતા તથા કેજરીવાલ સહિત તેમના મુખ્ય સાથીઓનો પરાજય થતા અસત્ય પર સત્યનો જય થયો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની ગેરંટી ઉપર દિલ્હીના મતદારોએ વિશ્વાસ મૂકી “આપદા”ને દૂર કરી સુશાસન માટે મતદાન કરી ભવ્ય વિજય અપાવ્યો છે.
જેની ખુશી વ્યક્ત કરવા આજરોજ સુરત મહાનગર ખાતે આદરણીય શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા ની આગેવાનીમાં કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા ના તાલે ગરબા રમી કાર્યકર્તાઓને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા મહામંત્રી ઓ શ્રી કિશોરભાઈ બિન્દલ શ્રી કાળુભાઈ ભીમનાથ ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી શ્રી મનુભાઈ પટેલ સંગઠનના સહુ પદ અધિકારી શ્રી તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં,

 

Share this Article
Leave a comment