હપ્તો ઉપાડી માંગીને કોન્ટ્રાકટર ફરાર થઈ ગયો હતો પોતાની ઓળખ છૂપાવવાની કોશિશ કરી હતી પરંતુ લાભાર્થીએ ફોન નંબરનાં આધારે પોલીસ ફરિયાદ કરવા જતાની જાણ થતાં બીજા જ દિવસે લાભાર્થીના ઘરે દોડી આવ્યો હતો કોન્ટ્રાકટર :પીન્ટુ
(મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે) આહવા :
ડાંગ જીલ્લાના સુબીર તાલુકામાં આવેલાં ઈશખંડી ગામે રહેતા સોમાભાઈ અવશ્યાભાઈ પવાર ઉંમર આશરે ૬૫ વર્ષ જેમને પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ ૨૧/૨૨માં રહેવા માટેનાં મકાનનો લાભ મળ્યો હતો . આ લાભનો ફાયદો ઉઠાવવા એક દિવસ અચાનક ઘરે આવીને તમારું ઘર આવ્યું છે તેમ કહી ક્યાં બનાવવાનું છે તે જગ્યાની પસંદગી કરી માપણી ચાલુ કરી દીધી હતી. અભણ અજાણ સોમાભાઇને કોઇ સમજણ પડી ન હતી એટલે તેઓ કશું બોલ્યા ન હતા. માપણી કરી પાયું ખોદવાનું ચાલુ કરી દેજો તેમ કહીને જતા રહ્યાં હતા. અને થોડા દિવસ પછી સોમાભાઈ પાસેથી કોન્ટ્રાક્ટરે પાસબુક માંગી લીધી હતી અને પોતાની પાસે રાખી હતી એક દિવસે સોમાભાઇ આહવા બેંક પાસે તેમણે બોલાવ્યું અને પહેલો હપ્તો ૩૦,૦૦૦ હજાનો હતો તેમાંથી ૨૫,૦૦૦ બરોડા બેંકમાંથી ઉપાડી માગ્યાં હતા, અને એક ફેરો રેતી નાંખી ને કોન્ટ્રાકટર પિન્ટુ ગાયાફ થઈ ગયા હતા.
આ સમગ્ર મામલે સોમાભાઈ પવારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હું અભણ છું મને કંઈ ખબર ન પડી અને લાગ્યું કે સરકારી કચેરીમાંથી કોઈ સાહેબ હશે એટલે મેં તેમને પાસબુક આપી દીધી હતી અને ૨૫,૦૦૦ પૈસા પણ ઉપાડી આપ્યા હતાં અમને શું ખબર છેતરી જશે. જોકે આ બનાવને સાત આઠ મહીનાનો સમય વિતી જતાં એક દિવસે સોમાભાઈએ ફોન નંબરનાં આધારે પોલીસ મથકે છેતરી જનાર કોન્ટ્રાકટર વિરૂદ્ધ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી સોમાભાઇને કોન્ટ્રાકટરનુ નામ તો ખબર ન હતું પણ તેઓ ચહેરાથી ઓળખતા હતા અને પાંડલખડી ગામનાં છે તેવી ખબર હતી.
સોમાભાઇ પોલીસ મથકે ફરીયાદ કરવાનાં છે તેવી જાણ કોન્ટ્રાક્ટરને કંઈ રીતે થઈ તે ખબર નહી પરંતુ બીજા જ દિવસે કોન્ટ્રાકટર પિન્ટુ ઇસખંડી ગામે સોમાભાઇનાં ઘરે દોડી ગયા હતા અને પોલીસને જાણ કવાની શું તમને જરૂર છે હું ટૂંક સમયમાં જ તમારું ઘર બનાવી આપીશ તેમ જણાવી બીજા દિવસે સિમેન્ટના પતરા, સિમેન્ટ અને સ્ટીલ ઉતારી ગયા હતા. પરંતુ કોન્ટ્રાકટર પિન્ટુ હવે સોમાભાઈનું ઘર બનાવી આપવા ના પાડે છે અને જે ૨૫,૦૦૦ પિન્ટુએ ઉપાડી માગ્યાં હતા તેપણ જલ્દી આપતાં નથી તેવુ સોમભાઈ જણાવી રહ્યા છે.
આ સમગ્ર મામલે સમજતા પિન્ટુએ કેટલાં લાભાર્થીઓના ઘર બનાવ્યાં અને કેટલાના રૃપિયા ચાવ કરી ગયા છે અને પાયાનું બાંઘકામ કર્યા વિના પહેલો હપ્તો કંઈ રીતે ઉપાડે છે તે પણ તપાસનો વિષય છે. લાભાર્થીના ઘરનાં પાયાનું બાંધકામ થઈ ગયા પછી સ્થળ પર ચકાસણી કરી અને તાલુકા પંચાયત કચેરી માંથી એક અનલોકનું પ્રમાણ પત્ર લખી આપવામાં આવે પછી જ લાભાર્થી પહેલો હપ્તો ઉપાડી શકે છે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ પીન્ટુ કોન્ટ્રાકટર પાયાનું બાંધકામ કર્યા વિના જ પહેલો હપ્તો લાભાર્થીઓ પાસેથી કઇ રીતે ઉપાડી માંગે છે આ મીલીભગત ક્યાંક તાલુકા પંચાયત કચેરીનાં અઘિકારી કે બેંકના કર્મચારીઓ સાથે મળી સેટિંગમાં તો નથી થઈ રહ્યું ને આ સમગ્ર મામલે ડાંગ જિલ્લા કલેકટર દ્વારા તપાસનાં આદેશ સોંપવામાં આવે તે જરૂરી છે.