(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત)
ગુજરાત રાજ્ય ગ્રૃહ મંત્રાલય દ્વારા બિન સરકારી સલાહકાર સભ્ય તરીકે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જવેલરી હોલસેલ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઇ જીરાની નિમંણુક થતા ઉપ પ્રમુખ નિલેશભાઇ લંગાળીયા એ જણાવ્યુ હતું કે જનહિતના દરેક કાર્યમાં શ્રી પ્રતાપભાઇ જીરા હર હંમેશ અગ્રેસર હોય છે અને સર્વ જ્ઞાતિ સમાજને સાથે લઈને ચાલે છે અને છેવાડા વ્યક્તિનું પણ સંભાળ રાખે છે સ્થાપક પ્રમુખ વિપુલભાઇ ભુવાએ જણાવ્યુ હતુ કે સામાજીક ક્ષેત્રે તેઓ હંમેશા લોકોને મદદરૂપ થવા તત્પર જ હોય છે.સામાજીક ક્ષેત્ર તેમનું ખુબજ યોગદાન છે.એસોસિએશન ખુબજ હર્ષ ની લાગણી અનુભવતા પ્રતાપભાઈ ને અભિનંદન સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.