આહવા ખાતે યોજાયો ‘મેગા લીગલ સર્વિસસ કેમ્પ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

 

જિલ્લા કક્ષાએ આયોજિત આ કેમ્પમાં એક જ જગ્યાએથી ૨૫૦૦ થી વધુ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાયા

 

(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૭: જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ નવસારી અને ડાંગ જિલ્લા વહીવટીના સંયુક્ત આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ સિનિયર સિવિલ જજ અને અધિક ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ, નવસારીના સચિવ શ્રી જીમી મહેતાએ જણાવ્યું હતું કે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા સમગ્ર દેશના દરેક જિલ્લામાં ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક જગ્યાએથી તમામ સરકારી ખાતાઓ દ્વારા ભેગાં થઇ લાભાર્થીઓને સરકારી યોજનાકીય લાભો અને યોજનાની જાણકારી પુરી પાડવામાં આવે છે. ત્યારે આજરોજ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ૨૫૦૦ થી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ન્યાયતંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ કેમ્પનો મુખ્ય હેતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનીને કામગીરી કરવાનો છે.

આ સાથે જ જિલ્લામાં ચાલી રહેલ મફત કાનુની સહાય કેન્દ્રનો લાભ લેવા પણ શ્રી જીમી મહેતાએ લોકોને અનુરોધ કર્યો હતો.

ડાંગ જિલ્લાના લાભાર્થીઓને સરકારી યોજનાકીય લાભો આપવા માટે આજે એક જ જગ્યાએ થી તમામ પ્રકારના લાભો તેમજ યોજનાકીય માહિતી મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વધુમાં વધુ લાભાર્થીઓ સરકારી યોજનાકીય લાભો મળવે તે માટે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ સાથે જ તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ કરાયેલ ‘મારી યોજના’ પોર્ટલમાં ઉપલબ્ધ ૨૬ વિભાગોની ૬૮૦ જેટલી યોજનાઓની જાણકારી ફક્ત એક ક્લિકથી મેળવી શકાય છે, તેમ પણ શ્રી બી.બી. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

 

ડાંગ જિલ્લામાં પાકા આવાસ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેનો સર્વે તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ હાલમાં ચાલી રહ્યો છે. જે આગામી ૩૧ મી જાન્યુઆરી સુધી ચાલનાર છે. ત્યારે કાચા આવાસ ધરાવતા લાભાર્થીઓએ ગ્રામ સેવકોને જાણ કરવી તેમજ સર્વે અંગે અન્ય લોકોને પણ જાણકારી આપવા સ્ટેજ ઉપરથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયારે લોકોને અનુરોધ કર્યો હતો.

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પ્રોજેક્ટ સંવેદના અંતર્ગત જિલ્લાના કુલ ૫૩૫ જેટલાં લાભાર્થીઓની યાદી બનાવવામાં આવેલ છે. જે તમામને વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી પાટીલે જણાવ્યું હતું.

આહવા ખાતે યોજાયેલ આ કેમ્પમાં વિવિધ યોજનાના લાભાર્થીઓએ મુખ્ય સ્ટેજ પરથી લાભો વિતરણ કરવામાં આવ્યાં હતાં. દરમિયાન મહાનુભાવોએ કેમ્પની મુલાકાત પણ કરી હતી.

આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંડ, સહિતના જિલ્લાના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપ

સ્થિત રહ્યા હતાં.

Share this Article
Leave a comment