(પોલાદ ગુજરાત ન્યુઝ) તા.૨૦:સુરત,
ફરીયાદી પોતે પુણાગામ, સુરત ખાતે રહેતા હોય અને આર.કે.ડિજિટલના નામથી એમ્બ્રોડરી જોબવર્ક કરવાનો ધંધો કરતા આવેલા છે. ફરીયાદીને જોબવર્કનો આવેલ પ્રિન્ટેડ ચેક પોતાની એચ.ડી.એફ.સી બેંક પુણા શાખાના ડ્રોપબોક્સમાં ક્લીયરીંગ માટે રજુ કરેલ. જે બેંકનું ડ્રોપ બોક્સ સલામતી વગરનું હોવાને કારણે તા.૨૦/૦૧/૨૦૨૧ના રોજ ચાર દ્વારા તોડી નાંખી અંદર પડેલા તમામ ચેક ચોરી લઇ ગયેલા. ફરીયાદી રાણાભાઇ ક્વાડના પ્રિન્ટેડ ચેક ચાર દ્રારા ચોરી લઇ જઇ પાસ કરાવેલ હોય. જે બાબતે ફરીયાદી રાણાભાઇ કવાડ દ્વારા બેંક મેનેજરને વારવાર રજુઆત કરવા છતા ચેકના નાણા બાબતે બેંક દ્વારા યોગ્ય જવાબ નહી આપતા. ફરીયાદીએ એડવોકેટશ્રી જગદીશ એ.પટેલ, ભાર્ગવ એન.વાળા તેમજ કપિલ કે.દલાલ મારફ્તે બેંક વિરૂધ્ધ ગ્રાહક કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદમાં એડવોટશ્રી જગદીશ એ પટેલ, ભાર્ગવ એન વાળા, કપિલ કે દલાલ દ્રારા નામદાર કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવેલ કે, બેંક દ્વારા ફરીયાદીને જે સેવા આપવામાં આવેલી તેમાં બેંક દ્રારા ક્ષતિ રાખવામાં આવેલ છે. બેંકનું ડ્રોપ બોક્સ યોગ્ય સલામતી વગર ખુલ્લુ મુકી દેવાને કારણે ચોરી જેવી ઘટના બનેલ છે, જે બેંકની સેવામાં ખામી રહેલ છે.
ફરીયાદી તરફે એડવોકેટશ્રી જગદીશ એ પટેલ ભાર્ગવ એન વાળા કપિલ કે દલાલ દ્રારા કરવામાં આવેલ દલીલો ગ્રાહક કોર્ટ દ્વારા ગ્રાહય રાખી જવાબદાર એચ.ડી.એફ.સી બેંક પુણા શાખાને ફરીયાદીના ચેકની રકમ ૯ ટકા વ્યાજ સાથે ૩૦ દીવસમાં ચુક્ત કરવા આદેશ કરેલ છે.