(અશોક મુંજાણી : સુરત)
વર્ષો પહેલાં પારિવારીક ગુજરાતી ફિલ્મ આવતી હતી અને તે ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ થતી હતી પણ હવે આવી ફિલ્મ દર્શકોને જોવા મળતી નથી તેને ધ્યાનમાં રાખી ડિરેક્ટર પંકજ નિમાવત અને નિર્માતા એમ આર ડોબરીયા એ એક પારિવારીક ગુજરાતી ફિલ્મ બનાવી છે જેનુ નામ છે પ્રિત્યું ના મુલ જે ૧૨-૧૩ વરસ પહેલાં જે પણ મૂવી આવતા એવા પારિવારિક અત્યારે મૂવી આવતા નથી, પણ અમારું આ મૂવી પ્રીત્યું ના મુલ, જે ૧૨-૧૩ વરસ પહેલાંના જે મૂવી હતા તેની યાદ અપાવશે, ગુજરાતના ૧૫ શહેરમાં ૨૫ ઓગસ્ટમાં દિવસે રિલીઝ થવા જઈ રહ્યું છે.
આ મૂવી નું શૂટિંગ બાઢડા, જેસર, કરજારા, સાવર કુંડલા, જેવા ગામ અને શહેર માં થયું છે.
આ મૂવી ના હિરો મેહુલ ભોજક, સની ખત્રી અને હિરોઈન આરઝુ લિંબાચિયા, પિયુ લીંબાચિયા અને બીજા ઘણા ઘણા કલાકારો જેમ કે, જીજ્ઞેશ મોદી, યાત્રી દરજી, શ્રીદેવેન તારપરા, રાહુલ ભાવસાર છે અને ફિલ્મના ડિરેક્ટર પંકજ નિમાવત, નિર્માતા એમ આર ડોબરીયા છે.
આ ફિલ્મ નું ડિજિટલ માર્કેટિંગ અશ્વિન બોરડ કરી રહ્યા છે.