ચોકબજાર પોલીસે બાળકીને શોધી વાલીને સુખરૂપ સોંપી
(અશોક મુંજાણી : સુરત)
શહેરના વેડરોડ ખાતે રહેતી પાંચ વર્ષીય બાળકી ઘરના પાસે ડીજે જોવા ગયેલી અને ઘરે પાછી નહીં આવતાં વાલીએ પોલીસને જાણ કરી હતી,
મળતી માહિતી મુજબ શહેરના વેડરોડ ખાતે આવેલ આનંદ પાર્ક સોસાયટી રૂમ નંબર 358, આખંડ આનંદ સ્કૂલની સામે રહેતા જયપ્રકાશ બંસી વિશ્વકર્મા ઉ.વ.૩૨, ની પાંચ વર્ષીય બાળકી આરૂશી એમના ઘર પાસે ડીજે જોવા ગઇ હતી, ધણો સમય પછી પણ આરૂશી ઘરે પરત નહીં આવતાં આરૂશીની માતા એ એમના પતી જયપ્રકાશને ફોન કરેલ કે આરૂશી બપોરે એક વાગ્યે આપળા ઘર પાસે ડીજે વાગતું હતુ તે જોવા માટે ગયેલી પરંતુ તે હજુ સુધી ઘરે નથી આવેલ એમ જણાવેલ પછી જયપ્રકાશ કામ પરથી ઘરે આવેલ અને બાળકની શોધ ખોળ શરૂ કરેલ છતાં બાળકી મળી નહી આવતા ચોકબજાર પોલીસને જાણ કરેલ, પોલીસને બાળકી ગુમ હોવાની માહિતી મળતા ચોકબજાર સર્વેલન્સ ટીમો સાથે મહિલા પોલીસ પણ બાળકની શોધખોળ મા જોડાયા હતા અને ગણતરીના સમયમાં બાળકીને શોધી વાલીને સુખરૂપ સોંપી દીધી હતી,